Tiger Shroffએ કરોડોનો ફ્લેટ વેચ્યો, ફાયરિંગની ઘટના બાદ 4 દિવસમાં જ કરી ડીલ

Tiger Shroff: ટાઈગર શ્રોફે મુંબઈના ખાર વેસ્ટમાં પોતાનો 9મા માળનો એપાર્ટમેન્ટ 9 કરોડ રૂપિયામાં વેચી દીધો છે. તેને 2018 માં 7.61 કરોડ રૂપિયામાં ફ્લેટ ખરીદ્યો હતો.
Nancy ShuklaUpdated on: 25 Oct 2026 03:55 PM IST
Tiger Shroffએ કરોડોનો ફ્લેટ વેચ્યો, ફાયરિંગની ઘટના બાદ 4 દિવસમાં જ કરી ડીલTiger Shroffએ કરોડોનો ફ્લેટ વેચ્યો, ફાયરિંગની ઘટના બાદ 4 દિવસમાં જ કરી ડીલ

Tiger Shroff

Tiger Shroff: બોલિવુડ એક્ટર ટાઈગર શ્રોફ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. મુંબઈના ખાર વેસ્ટ વિસ્તારમાં આવેલા પોતાના લક્ઝરી એપાર્ટમેન્ટને તેને 9 કરોડ રૂપિયામાં વેચી દીધો છે. આ પ્રોપર્ટી ડીલનું રજિસ્ટ્રેશન 22 ઓક્ટોબરના રોજ થયું હતું. તમને જણાવી દઈએ કે 18 ઓક્ટોબરે જુહુ વિસ્તારમાં ટાઇગર શ્રોફની કારને નિશાન બનાવી ફાયરિંગની ઘટના બની હતી. પરંતુ પ્રોપર્ટી વેચાણ અને ફાયરિંગની ઘટના વચ્ચે કોઈ સંબંધ હોવાની માહિતી સામે આવી નથી.

9 કરોડ રૂપિયામાં વેચ્યો નવમા માળે આવેલો ફ્લેટ

ટાઈગર શ્રોફનો આ એપાર્ટમેન્ટ મુંબઈના ખાર વેસ્ટમાં 18મા રોડ પર આવેલી રૂસ્તમજી પેરામાઉન્ટ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના ડી વિંગના નવમા માળે આવેલો છે. ફ્લેટનો કાર્પેટ એરિયા 1,291.14 ચોરસ ફૂટ છે, જ્યારે તેમાં 95.80 ચોરસ ફૂટનો વધારાનો વિશિષ્ટ વિસ્તાર પણ સામેલ છે. આ ડીલમાં બે કવરડ કાર પાર્કિંગની જગ્યાઓ પણ આપવામાં આવી છે.

પ્રોપર્ટીના દસ્તાવેજો મુજબ આ ડીલમાં ખરીદદારોએ 54 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવી હતી. આ વેચાણનો દર અંદાજે 64,891 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ રહ્યો હતો.

2018માં 7.61 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો ફ્લેટ

રિયલ એસ્ટેટ ડેટા એનાલિટિક્સ ફર્મ CRE Matrix દ્વારા શેર કરવામાં આવેલા દસ્તાવેજો મુજબ ટાઈગર શ્રોફે 17 જુલાઈ, 2018ના રોજ ડેવલપર કીસ્ટોન રિયલ્ટર્સ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી આ ફ્લેટ 7.61 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે આ જ પ્રોપર્ટી 9 કરોડ રૂપિયામાં વેચાઈ છે. એટલે ખરીદી અને વેચાણની કિંમત વચ્ચે 1.39 કરોડ રૂપિયાનો તફાવત છે. પરંતુ અન્ય ખર્ચ અને કરને ધ્યાનમાં લીધા વિના તેને અંતિમ નફો કહી શકાય નહીં.

અગાઉ પણ વેચી ચૂક્યા છે કરોડોની પ્રોપર્ટી

મીડિયા રિપોર્ટ મુજબ ટાઈગર શ્રોફે લગભગ એક વર્ષ પહેલાં આ જ પ્રોજેક્ટમાં બીજો ફ્લેટ 15.6 કરોડ રૂપિયામાં વેચ્યો હતો. આ સિવાય 2026માં તેને પુણેના હડપસર વિસ્તારમાં આવેલી રહેણાક પ્રોપર્ટી 8.87 કરોડ રૂપિયામાં વેચી હતી. આ પ્રોપર્ટી તેમને માર્ચ 2024માં 7.5 કરોડ રૂપિયામાં ખરીદી હતી. ટાઈગર શ્રોફના તાજેતરના પ્રોપર્ટી ડીલ્સને કારણે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેમની રોકાણ પ્રવૃત્તિઓ ફરી ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો: Vijay Deverakonda મારા પગ દબાવે છે... રશ્મિકા મંદાનાએ કર્યો ખુલાસો, પીરિયડ્સ દરમિયાન પતિ રાખે છે ખાસ ધ્યાન

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.