Vijay Deverakonda મારા પગ દબાવે છે... રશ્મિકા મંદાનાએ કર્યો ખુલાસો, પીરિયડ્સ દરમિયાન પતિ રાખે છે ખાસ ધ્યાન


Rashmika Mandanna - Vijay Deverakonda
Vijay Deverakonda મારા પગ દબાવે છે... રશ્મિકા મંદાનાએ કર્યો ખુલાસો, પીરિયડ્સ દરમિયાન પતિ રાખે છે ખાસ ધ્યાન


Rashmika Mandanna - Vijay Deverakonda
Vijay Deverakonda: સાઉથ સિનેમાથી લઈને બોલીવુડ સુધી પોતાની એક્ટિંગથી ફેન્સના દિલ જીતનારી એક્ટ્રેસ રશ્મિકા મંદાના ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તે પોતાની ફિલ્મો કરતાં પતિ વિજય દેવરકોંડા સાથેના અંગત સંબંધોને લઈને ચર્ચામાં આવી છે.
રશ્મિકાએ તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે પીરિયડ્સ દરમિયાન વિજય તેનું ખૂબ ધ્યાન રાખે છે. એટલું જ નહીં દુખાવામાં રાહત આપવા માટે તે તેના પેટ પર હાથ ફેરવે છે અને પગ પણ દબાવે છે.
પ્રથમ પીરિયડ્સ વખતે રશ્મિકા ડરી ગઈ
રશ્મિકા મંદાનાએ વ્હિસ્પરના ' પીરિયડ્સ બટ બિન્દાસ'અભિયાન સાથે જોડાઈને માસિક ધર્મ અંગે પોતાના અનુભવો શેર કર્યા હતા. તેણે કહ્યું કે પ્રથમ વખત પીરિયડ્સ આવ્યા ત્યારે થયેલા ડર અને મૂંઝવણ વિશે પણ વાત કરી હતી.
રશ્મિકાએ જણાવ્યું કે જ્યારે તેને પહેલીવાર પીરિયડ્સ આવ્યા ત્યારે તે એટલી ગભરાઈ ગઈ હતી કે તેને લાગ્યું કે જાણે તેનું જીવન જ સમાપ્ત થઈ જશે. તેને આ વિશે કોઈની સાથે વાત કરવામાં પણ ડર લાગતો હતો. તે સમયે તેને સેનિટરી પેડ વિશે જાણકારી ન હતી, તેથી તે ટુવાલને વાળીને પેડની જેમ ઉપયોગ કરતી હતી. તેને એવું પણ લાગ્યું હતું કે આ અનુભવ માત્ર એક જ વાર થશે.
પતિ વિજય દેવરકોંડા રાખે છે ખાસ ધ્યાન
રશ્મિકાએ જણાવ્યું કે પીરિયડ્સ દરમિયાન વિજય દેવરકોંડા તેની લાગણીઓ અને શારીરિક તકલીફોને સારી રીતે સમજે છે. જો તેનો મૂડ ખરાબ હોય અથવા તે ઉદાસ અનુભવતી હોય, તો તે વિજયને અગાઉથી જણાવી દે છે કે તેના પીરિયડ્સ આવવાના છે અને તેને આ દિવસોમાં તેના સાથની જરૂર છે.
એક્ટ્રેસે કહ્યું કે વિજય તેના પેટ પર હાથ ફેરવે છે અને તેના પગ દબાવે છે. રશ્મિકાના જણાવ્યા મુજબ વિજય જાણે છે કે તે તેની પીડા સંપૂર્ણપણે દૂર કરી શકતો નથી, પરંતુ તેની સાથે રહેવાનો પ્રયાસ કરે છે. પતિ તરફથી મળતી આ સમજણ અને કાળજી રશ્મિકા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે.
પીરિયડ્સ લીવ અંગે પણ વ્યક્ત કર્યો અભિપ્રાય
રશ્મિકાએ સ્વીકાર્યું કે તેને માસિક ધર્મ દરમિયાન ખૂબ જ તીવ્ર દુખાવો થાય છે. પીરિયડ્સ લીવ અંગે વાત કરતાં તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓને મળતી સુવિધાઓ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
તેના મતે મહિલાઓ ઊંચા હોદ્દા પર પહોંચે છે, પરંતુ અગાઉથી પૂરતી સુવિધાઓ વિના કામ કરવાની પરિસ્થિતિને કારણે ઘણી મુશ્કેલીઓ સામાન્ય માની લેવામાં આવે છે. રશ્મિકાની આ વાતે માસિક ધર્મ દરમિયાન મહિલાઓને પીરિયડ્સ લીવ મળવી જોઈએ તેવી સમજણ, સહકાર અને કાર્યસ્થળની સુવિધાઓ અંગે ફરી ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો: Ek Deewane Ki Deewaniyat 2ની તૈયારી શરૂ! ફરી એકવાર સાથે જોવા મળશે હર્ષવર્ધન રાણે અને સોનમ બાજવા





