Tiger Shroff પર ફાયરિંગ બાદ ફિલ્મસિટીની સુરક્ષા વધારવાની માગ, અનેક એક્ટર્સની સલામતીનો મુદ્દો ચર્ચામાં

Tiger Shroff: મુંબઈના ફિલ્મ સિટીમાં ફિલ્મ સ્ટાર્સની સુરક્ષા અંગે ચિંતા વધી ગઈ છે. ટાઈગર શ્રોફ પર થયેલા હુમલા બાદ FWICE જેવા સંગઠનો ફિલ્મ સિટીમાં સુરક્ષા વધારવાની માગ કરી રહ્યા છે.
Nancy ShuklaUpdated on: 27 Oct 2026 08:13 PM IST
Tiger Shroff પર ફાયરિંગ બાદ ફિલ્મસિટીની સુરક્ષા વધારવાની માગ, અનેક એક્ટર્સની સલામતીનો મુદ્દો ચર્ચામાંTiger Shroff પર ફાયરિંગ બાદ ફિલ્મસિટીની સુરક્ષા વધારવાની માગ, અનેક એક્ટર્સની સલામતીનો મુદ્દો ચર્ચામાં

Tiger Shroff

Tiger Shroff: એક્ટર ટાઈગર શ્રોફ પર થયેલા કથિત જીવલેણ હુમલા બાદ મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કલાકારોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. ફિલ્મસિટીની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની માગ હવે તેજ બની છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી આશિષ શેલારે આ મુદ્દે ગૃહ વિભાગ અને મુંબઈ પોલીસ સાથે ચર્ચા કરવાની પહેલ કરી છે. બીજી તરફ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સંગઠન ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE)એ પણ સુરક્ષા વધારવા માટે સરકારને રજૂઆત કરી છે.

ફિલ્મસિટીના ત્રણ ગેટ પર સુરક્ષા વ્યવસ્થા

મુંબઈની ફિલ્મસિટીમાં હાલમાં ત્રણ પ્રવેશદ્વાર છે. મળતી માહિતી અનુસાર અહીં આશરે 149 સુરક્ષાકર્મીઓ તૈનાત છે. પ્રવેશદ્વાર પર આવતા-જતા લોકોની તપાસ કર્યા બાદ જ તેમને અંદર પ્રવેશ આપવામાં આવે છે.

પરંતુ કલાકારો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલની વ્યવસ્થાની સમીક્ષા કરવાની અને તેને વધુ મજબૂત બનાવવાની માગ ઊઠી છે.

બિગ બોસ અને કપિલ શર્માના શોનું પણ થાય છે શૂટિંગ

મુંબઈની ફિલ્મસિટીમાં સલમાન ખાનના લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ’ તેમજ કપિલ શર્માના કોમેડી શો સહિત અનેક મોટા કાર્યક્રમોનું શૂટિંગ થાય છે. અહીં દરરોજ કલાકારો, ટેક્નિશિયનો અને અન્ય કર્મચારીઓ કામ કરે છે. તેથી શૂટિંગ સ્થળોની સુરક્ષા મનોરંજન જગત માટે મહત્વનો મુદ્દો બની છે.

સલમાન ખાન સહિત કેટલાક કલાકારોને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી નિશાન બનાવવાની આશંકાઓ વચ્ચે પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

FWICEએ મુખ્યમંત્રી અને પોલીસ કમિશનરને લખ્યો પત્ર

FWICEના પ્રમુખ બી.એન. તિવારીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, મુંબઈ પોલીસ કમિશનર અને સંબંધિત વિભાગોને પત્ર લખીને ફિલ્મસિટીની સુરક્ષા વધારવાની માગ કરી છે. સંગઠનના જણાવ્યા અનુસાર, શૂટિંગ દરમિયાન કલાકારો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અસરકારક પગલાં લેવાની જરૂર છે.

સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા પર નજર

ટાઈગર શ્રોફ સાથે જોડાયેલી ઘટનાને પગલે ફિલ્મસિટીની સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. હવે ગૃહ વિભાગ, મુંબઈ પોલીસ અને સંબંધિત સત્તાધિકારીઓ આ દિશામાં શું પગલાં લે છે તેના પર સૌની નજર રહેશે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં સંગઠનોની માગ છે કે શૂટિંગ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવે, જેથી કલાકારો અને કર્મચારીઓ સુરક્ષિત વાતાવરણમાં કામ કરી શકે.

આ પણ વાંચો: CIDના પ્રોડ્યુસર બી.પી. સિંહનું 77 વર્ષની વયે નિધન, અશોક પંડિતે વ્યક્ત કર્યું દુઃખ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.