Shraddha Kapoor: ઈથા' 'સ્ત્રી 2' થી સંપૂર્ણપણે હશે અલગ, શ્રદ્ધા કપૂરે આ ફિલ્મ કેમ પસંદ કરી?


Shraddha Kapoor
Shraddha Kapoor: ઈથા' 'સ્ત્રી 2' થી સંપૂર્ણપણે હશે અલગ, શ્રદ્ધા કપૂરે આ ફિલ્મ કેમ પસંદ કરી?


Shraddha Kapoor
Shraddha Kapoor: બોલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘ઈથા’ને લઈને ચર્ચામાં છે. 30 ઓક્ટોબરે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટ્રેલરમાં શ્રદ્ધાનો અલગ અંદાજ અને શાનદાર અભિનય જોવા મળી રહ્યો છે.
આ ફિલ્મનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકર કરી રહ્યા છે. ફિલ્મની સ્ટોરી મહારાષ્ટ્રની જાણીતી તમાશા અને લાવણી કલાકાર વિઠાબાઈ ભાઉ માંગ નારાયણગાંવકરની જિંદગીથી પ્રેરિત છે.
તાજેતરમાં મુંબઈમાં ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શ્રદ્ધા કપૂરે ફિલ્મ પસંદ કરવા પાછળનું કારણ પોતાના પાત્રની તૈયારી અને લોકકલાકારોના જીવનમાં આવતી મુશ્કેલીઓ વિશે વાત કરી હતી.
શ્રદ્ધા કપૂરે શા માટે પસંદ કરી ‘ઈથા’?
ટ્રેલર લોન્ચ દરમિયાન શ્રદ્ધા કપૂરે જણાવ્યું કે આ ફિલ્મનો ભાગ બનવાની તક મળવાથી તે ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું કે ‘છાવા’ની સફળતા બાદ લક્ષ્મણ ઉતેકર માટે બીજી એક યોદ્ધાની સ્ટોરી પર ફિલ્મ બનાવવી સરળ હતી, પરંતુ તેમને તેના બદલે એકદમ અલગ વિષય પસંદ કર્યો.
શ્રદ્ધાએ જણાવ્યું કે તેમને પોતે પણ ડાયરેક્ટરને પૂછ્યું હતું કે તેમણે આટલી અલગ વાર્તા શા માટે પસંદ કરી? તેના જવાબમાં લક્ષ્મણ ઉતેકરે કહ્યું હતું કે તેઓ દર્શકોને એક અલગ દુનિયા બતાવવા માગે છે. શ્રદ્ધાના મતે ડાયરેક્ટરનો આ નિર્ણય ખૂબ જ શાનદાર છે.
કોણ હતાં વિઠાબાઈ નારાયણગાંવકર?
ફિલ્મ ‘ઈથા’ની સ્ટોરી મહારાષ્ટ્રની લોકકલા અને તમાશાની દુનિયા પર આધારિત છે. વિઠાબાઈ નારાયણગાંવકર મહારાષ્ટ્રની જાણીતી તમાશા કલાકારોમાં સામેલ હતાં. લોકકલા ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેમને 1957 અને 1990માં રાષ્ટ્રપતિ સન્માનથી નવાજવામાં આવ્યાં હતાં. તેમનું જીવન તમાશા અને લાવણીની પરંપરા સાથે જોડાયેલું હતું. અનેક મુશ્કેલીઓ અને આર્થિક સંઘર્ષો વચ્ચે પણ તેમણે પોતાની કલા પ્રત્યેની નિષ્ઠા જાળવી રાખી હતી.
તેમની જિંદગી સાથે જોડાયેલો એક કિસ્સો પણ ખૂબ જાણીતો છે. એવું કહેવાય છે કે એક વખત કાર્યક્રમ દરમિયાન જ તેમને પ્રસૂતિની પીડા શરૂ થઈ હતી. તેમને મંચની પાછળ બાળકને જન્મ આપ્યો હતો અને થોડા સમય બાદ ફરીથી કાર્યક્રમમાં પરફોર્મ કરવા પહોંચી ગયાં હતાં.
ફિલ્મમાં શ્રદ્ધા કપૂર ભજવશે ઈથાબાઈનું પાત્ર
ફિલ્મમાં શ્રદ્ધા કપૂર ઈથાબાઈનું મુખ્ય પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મમાં મહારાષ્ટ્રની પરંપરાગત તમાશા અને લાવણી કલાની દુનિયા તથા એક મહિલા કલાકારના સંઘર્ષને દર્શાવવામાં આવશે. ફિલ્મમાં શ્રદ્ધા સાથે રણદીપ હુડ્ડા, મોહમ્મદ ઝીશાન અય્યુબ, અનંત જોશી અને સિદ્ધાર્થ જાધવ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 4 ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે. હવે દર્શકો એ જોવા માટે ઉત્સુક છે કે શ્રદ્ધા કપૂર આ વખતે પોતાના નવા પાત્ર દ્વારા કેટલી અલગ છાપ છોડે છે.





