Chor No 1: કોમેડી-ડ્રામા ફિલ્મ 'ચોર નં. 1' 23 ઓક્ટોબરે થિયેટરોમાં થશે રિલીઝ


Chor No 1
Chor No 1: કોમેડી-ડ્રામા ફિલ્મ 'ચોર નં. 1' 23 ઓક્ટોબરે થિયેટરોમાં થશે રિલીઝ


Chor No 1
Chor No 1: EForU એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત મચઅવેટેડ ગુજરાતી કોમેડી-ડ્રામા ફિલ્મ “ચોર નં. 1” દર્શકોને મનોરંજન પૂરું પાડવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. હાસ્ય, ડ્રામા અને લાગણીઓથી સભર આ ફિલ્મ આગામી શુક્રવાર, 23 ઓક્ટોબર 2026ના રોજ સમગ્ર દેશના થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે, જે આ વર્ષનું બેસ્ટ ફેમિલી એન્ટરટેઈનર સાબિત થશે.
તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરાયું હતું, જે દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ અંગે આંચલ શાહ, શ્રેય મારડિયા, ઋષિ જાની, માનિન ત્રિવેદી એ માહિતી આપી.
દમદાર સ્ટારકાસ્ટ અને ટ્રેલરને મળી રહ્યો છે પ્રતિસાદ
આ ફિલ્મનું લેખન અને નિર્દેશન રાકેશ શાહ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે નિર્માણ પ્રશાંત મોદી, અમિત વેડાવાળા અને પિન્કી વેડાવાળાએ નીલેશ મોદીના માર્ગદર્શન હેઠળ કર્યું છે. ફિલ્મમાં શ્રેય મારાડિયા, ઋષિ જાની, પાર્થ મોદી, આંચલ શાહ અને અર્ચન ત્રિવેદી જેવા ગુજરાતના પ્રખ્યાત કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
View post on Instagram
શું છે ફિલ્મની વાર્તા?
વાર્તા ત્રણ કર્મચારીઓની આસપાસ ફરે છે, જેઓ કંપનીના મેનેજરની ભૂલનો શિકાર બન્યા બાદ બદલો લેવા માટે એક જ રાતમાં ચોરીનો પ્લાન બનાવે છે, જેનાથી અનેક રમુજી અને ગેરસમજભરી પરિસ્થિતિઓ સર્જાય છે.
ફિલ્મની પડદા પાછળની ટીમમાં સિનેમેટોગ્રાફર તરીકે નાસિર ખાન અને સંગીત નિર્દેશક તરીકે મૌલિક મહેતાએ કામ કર્યું છે. કિરણ પરિહાર દ્વારા લખાયેલા ગીતોને ઉમેશ બારોટ, મીત મહેતા અને મૌલિક મહેતાએ અવાજ આપ્યો છે. આ ઉપરાંત કપિલ સાહેત્યાના દમદાર સંવાદો અને અયાન મકવાણાનું બેકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મના રોમાંચને બેગણો બનાવે છે. આકર્ષક વાર્તા અને શાનદાર સંગીત સાથે “ચોર નં. 1” સિનેમાઘરોમાં દર્શકોને હસાવવા અને મનોરંજન આપવા માટે સજ્જ છે.
આ પણ વાંચો: Chinmay Sutarએ અણનમ 400 રન બનાવ્યા, ભારતનો બીજો ખેલાડી અને વિશ્વનો 10મો ખેલાડી બન્યો





