Get News Alerts

Never miss breaking news updates.

Tiger Shroff Firing: મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ત્રણ બાઈક સવારે કર્યો ગોળીબાર, ડ્રાઈવર અને રિક્ષા ચાલક ઈજાગ્રસ્ત

Tiger Shroff Firing: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મોટરસાઈકલ પર આવેલા 3 અજાણ્યા લોકોએ ફાયરિંગ કર્યું હતું. મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
Nancy ShuklaUpdated on: 18 Oct 2026 08:29 PM IST
Tiger Shroff Firing: મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ત્રણ બાઈક સવારે કર્યો ગોળીબાર, ડ્રાઈવર અને રિક્ષા ચાલક ઈજાગ્રસ્તTiger Shroff Firing: મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ત્રણ બાઈક સવારે કર્યો ગોળીબાર, ડ્રાઈવર અને રિક્ષા ચાલક ઈજાગ્રસ્ત

Tiger Shroff Firing

Tiger Shroff Firing: બોલીવુડ એક્ટર ટાઈગર શ્રોફ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈના જુહુ વિસ્તારમાં તેની કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ જુહુના જેવીપીડી ગ્રાઉન્ડ પાસે મોટરસાઈકલ પર આવેલા 3 અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો હતો. 5 થી 7 રાઉન્ડ ફાયરિંગ થયાના અહેવાલ છે.

આ ઘટનામાં ટાઈગર શ્રોફનો ડ્રાઈવર અને એક રિક્ષા ચાલક ઘાયલ થયાના અહેવાલ છે. પોલીસ આરોપીઓની શોધ કરી રહી છે. મુંબઈ પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

કારમાં હતો ટાઈગર શ્રોફ

ટાઈગર શ્રોફ પણ કારમાં હતો. પરંતુ સારા સમાચાર એ છે કે આ ઘટનામાં તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેને ગોળી વાગી નથી. પોલીસનું કહેવું છે કે આ મામલાની તપાસ ચાલી રહી છે. મુંબઈ પોલીસે એક નિવેદન પણ જાહેર કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, "જુહુ પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં ગોળીબારની ઘટના બની છે. ટાઈગર શ્રોફ સુરક્ષિત છે. તેને ગોળી વાગી નથી. વધુ તપાસ ચાલી રહી છે." તમને જણાવી દઈએ કે લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ ઘટનાની જવાબદારી સ્વીકારી છે.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Watch: A firing incident has been reported under Juhu Police Station. Tiger Shroff is safe and has not sustained any gunshot injuries. Further investigation is underway.

(Source: Mumbai Police) https://t.co/57LmDpxeMD</p>&mdash; IANS (@ians_india) <a href="https://x.com/ians_india/status/2111828255192105444?ref_src=twsrc%5Etfw">October 18, 2026</a></blockquote>
<script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

ફૂટબોલ ગ્રાઉન્ડથી ઘરે પરત ફરી રહ્યો હતો ટાઈગર શ્રોફ

આ ઘટનામાં ટાઈગર શ્રોફ સંપૂર્ણપણે સુરક્ષિત છે, પરંતુ તેના ડ્રાઈવરને ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે. એક રિક્ષા ચાલકને પણ ઈજા પહોંચી હોવાનું જાણવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટાઈગર શ્રોફ ફૂટબોલ રમીને ઘરે પરત ફરી રહ્યો હતો. તેની કાર મેદાન પરથી નીકળતાની સાથે જ બાઈક પર આવેલા 3 અજાણ્યા બદમાશો ત્યાં પહોંચ્યા અને 5-7 રાઉન્ડ ગોળીબાર કર્યો. ટાઈગર શ્રોફના ડ્રાઈવર તેમજ ત્યાં હાજર રિક્ષા ચાલકને ઇજા પહોંચી હતી. પરંતુ ટાઇગર સુરક્ષિત છે.

લોરેન્સ ગેંગે સોશિયલ મીડિયા દ્વારા જવાબદારી સ્વીકારી

ટાઈગર શ્રોફ પર થયેલા હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગ્રુપે લીધી છે. લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ તરફથી ગેંગસ્ટર અનિલ પંડિતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ઘટનાની જવાબદારી સ્વીકારી છે. લોરેન્સે અગાઉ બોલીવુડ એક્ટરે સલમાન ખાન સહિત અનેક ફિલ્મ સ્ટાર્સને ધમકીઓ આપી છે. હવે આ જ ગેંગે ટાઈગર પર થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી છે. ગ્રોથ નાઉ આ સોશિયલ મીડિયા પોસ્ટની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો: Ramayana: રણબીર કપૂર સામે પ્રભાસની ફિલ્મની થશે ટક્કર! દિવાળી પર રિલીઝ થશે ફિલ્મ

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.