Stock Market: શેરબજારમાં તેજીનું તોફાન, સેન્સેક્સ 773 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25,255ની સપાટીએ બંધ


Stock Market
Stock Market: શેરબજારમાં તેજીનું તોફાન, સેન્સેક્સ 773 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25,255ની સપાટીએ બંધ


Stock Market
Stock Market: ભારતીય શેરબજારમાં બુધવારના ટ્રેડિંગ સેશન દરમિયાન જોરદાર તેજી જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતો અને બેન્કિંગ તથા ઓટો શેરોમાં થયેલી ખરીદીને કારણે ભારતીય શેરબજાર વધારા સાથે બંધ થયું હતું. દિવસના અંતે BSE સેન્સેક્સ 772.75 પોઈન્ટ એટલે કે 0.95 ટકાના ઉછાળા સાથે 81,879.40 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE નિફ્ટી 210.40 પોઈન્ટ એટલે કે 0.84 ટકાની તેજી સાથે 25,255.05ના સ્તરે પહોંચ્યો હતો.
ઓટો સેક્ટરમાં જોરદાર ખરીદી જોવા મળી
બુધવારના સત્રમાં બજારમાં ચોતરફ ખરીદી જોવા મળી હતી. ખાસ કરીને બેન્કિંગ શેરોએ બજારની તેજીને નવી ઊંચાઈ આપી હતી. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 1.76 ટકા વધ્યો હતો. જ્યારે નિફ્ટી PSU બેન્કમાં 2.94 ટકા અને પ્રાઈવેટ બેન્ક ઈન્ડેક્સમાં 1.14 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ ઉપરાંત ઓટો સેક્ટરમાં પણ જોરદાર ખરીદી જોવા મળી હતી. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 2.14 ટકા વધ્યો હતો. જ્યારે કન્ઝમ્પશન 1.23 ટકા, FMCG 1.13 ટકા, મેન્યુફેક્ચરિંગ 1.06 ટકા, એનર્જી 1.03 ટકા અને મેટલ ઇન્ડેક્સ 0.96 ટકા વધીને બંધ થયા હતા. જોકે, IT ઈન્ડેક્સમાં 0.53 ટકા, રિયલ્ટીમાં 0.42 ટકા અને ફાર્મા સેક્ટરમાં 0.41 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી
મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 0.81 ટકા વધ્યો હતો, જ્યારે સ્મોલકેપ 100 ઈન્ડેક્સમાં 1.59 ટકાનો મજબૂત ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સના શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઈન્ડિગો, ટ્રેન્ટ, ટાટા સ્ટીલ, પાવરગ્રીડ, ITC, મારુતિ સુઝુકી અને SBI સહિતના શેર વધારા સાથે બંધ થયા હતા. બીજી તરફ ટેક મહિન્દ્રા, HCL ટેક, ઇન્ફોસિસ અને TCS જેવા શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
નોંધ - શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ જરૂર લેવી.




