Stock Market Crash: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 440થી વધુ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25,250ની નીચે


Indian Stock Market Crash News
Stock Market Crash: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 440થી વધુ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25,250ની નીચે


Indian Stock Market Crash News
Stock Market Crash: ભારતીય શેરબજારમાં બુધવારે કારોબાર દરમિયાન ભારે ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતમાં સુસ્ત કારોબાર બાદ સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં વેચવાલી વધતા બજાર લાલ નિશાનમાં સરક્યું હતું. બપોરના સમયે સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ ગગડ્યો હતો, જ્યારે નિફ્ટીમાં પણ 200થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. જોકે ફાર્મા અને PSU બેંક શેરોમાં તેજી જોવા મળી હતી.
બજારમાં અચાનક આવેલા કડાકાને કારણે રોકાણકારોને મોટું નુકસાન થયું હતું. BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ઘટતાં એક જ દિવસમાં અંદાજે રૂપિયા 6 લાખ કરોડની સંપત્તિનું ધોવાણ થયું હતું.
સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો
BSE સેન્સેક્સ અગાઉના 82,532ના બંધ સ્તરની સરખામણીએ 82,376 પર નબળી શરૂઆત કરી હતી. ત્યારબાદ વેચવાલી વધતાં ઇન્ડેક્સમાં ઘટાડો વધુ ગતિશીલ બન્યો હતો. અહેવાલ લખાય તે સમયે સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ ઘટીને 81,780ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.
બીજી તરફ NSE નિફ્ટીએ પણ અગાઉના 25,387ના બંધ સ્તરની સામે 25,323 પર શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમાં પણ ઘટાડો નોંધાયો હતો અને ઈન્ડેક્સ 200થી વધુ પોઈન્ટ તૂટીને 25,141ની સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી 25,250ના મહત્વના સ્તરની નીચે સરકતાં બજારમાં ચિંતા વધી હતી.
રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 6 લાખ કરોડનું ધોવાણ
BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ અગાઉ રૂપિયા 5,11,71,121.57 કરોડ હતું, જે ઘટીને રૂપિયા 5,05,71,089.33 કરોડ થયું હતું. આ રીતે એક જ ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂપિયા 6,00,032 કરોડનો ઘટાડો નોંધાયો હતો. બજારમાં વ્યાપક વેચવાલી વચ્ચે ફાર્મા અને PSU બેન્ક શેરોએ સાપેક્ષ મજબૂતી દર્શાવી હતી.
નોંધ - શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ જરૂર લેવી.




