Get News Alerts

Never miss breaking news updates.

Stock Market Crash : સેન્સેક્સ અને નિફ્ટીમાં આવ્યો તગડો ઘટાડો, રોકાણકારો મુકાયા ચિંતામાં

Stock Market Crash : ભારતીય શેરબજારમાં આજે સવારની તેજી બાદ બપોરે ભારે વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં સરકી ગયા છે.
Kunjan ShuklaUpdated on: 12 Oct 2026 04:03 PM IST
Stock Market Crash : સેન્સેક્સ અને નિફ્ટીમાં આવ્યો તગડો ઘટાડો, રોકાણકારો મુકાયા ચિંતામાંStock Market Crash : સેન્સેક્સ અને નિફ્ટીમાં આવ્યો તગડો ઘટાડો, રોકાણકારો મુકાયા ચિંતામાં

Stock Market Crash

Stock Market Crash : ભારતીય શેરબજારમાં આજે સવારની તેજી બાદ બપોરે ભારે વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં સરકી ગયા છે. આપેલા આંકડા મુજબ, સેન્સેક્સ 591.87 પોઈન્ટ એટલે કે 0.81 ટકા ઘટીને 71,880.46ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 156.05 પોઇન્ટ એટલે કે 0.69 ટકા ઘટીને 22,364.40 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેન્કિંગ અને IT શેરોમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી.

ઊંચા સ્તરે નફારૂપી વસૂલાત

છેલ્લા બે ટ્રેડિંગ સત્રોમાં બજારમાં તેજી જોવા મળ્યા બાદ રોકાણકારોએ ઊંચા સ્તરે નફો બુક કરવાનું શરૂ કર્યું છે. અગાઉ નિફ્ટી 22,520.45ના સ્તરે બંધ થયો હતો, પરંતુ ત્યારબાદ વેચવાલીના દબાણને કારણે તે 22,500ની સપાટીથી નીચે સરકી ગયો હતો. રૂપિયાની અસ્થિરતા નિયંત્રિત કરવા અને બેન્કિંગ સિસ્ટમમાં વધારાની રોકડનું સંચાલન કરવા ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા લેવામાં આવેલા પગલાંની બજાર પર અસર જોવા મળી રહી છે. ડૉલરની માગ અને વિદેશી વિનિમય વ્યવહારોના ખર્ચમાં ફેરફારને કારણે રોકાણકારોમાં સાવચેતી વધી છે.

ટેક્નિકલ સપોર્ટનું દબાણ

બજારના વિશ્લેષકોના મતે, નિફ્ટી માટે 22,300નું સ્તર મહત્ત્વપૂર્ણ સપોર્ટ છે. જો ઈન્ડેક્સ આ સપાટીથી નીચે જાય તો વેચવાલી વધુ વધી શકે છે. બીજી તરફ, 22,600થી 22,650ના સ્તર તરફની રિકવરી માટે ખરીદીમાં મજબૂતી જરૂરી છે.

વિદેશી રોકાણકારોની ભારે વેચવાલી

9 ઓક્ટોબર, 2026ના રોજ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ.3,568 કરોડના શેર વેચ્યા હતા. બીજી તરફ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ આશરે રૂ.4,743 કરોડની ખરીદી કરીને બજારને ટેકો આપવાનો પ્રયાસ કર્યો હતો. હવે રોકાણકારોની નજર RBIનાં પગલાં અને કંપનીઓના ત્રિમાસિક પરિણામો પર રહેશે. બજારની આગળની દિશા વૈશ્વિક સંકેતો, રોકાણકારોની ખરીદી-વેચવાલી અને મહત્ત્વપૂર્ણ સપોર્ટ લેવલ પર આધારિત રહેશે.

નોંધ - શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ જરૂર લેવી.


આ પણ વાંચો : RBI સરકારી ઓઈલ કંપનીઓ માટે સ્પેશિયલ ડોલર વિન્ડો કરશે શરૂ, રૂપિયાને મળશે સપોર્ટ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.