Get News Alerts

Never miss breaking news updates.

Stock Market Crash : સેન્સેક્સ-નિફ્ટીમાં આવ્યો મોટો કડાકો, રોકાણકારોના 9 લાખ કરોડ રૂપિયા ધોવાયા

Stock Market Crash : 15 સપ્ટેમ્બર મંગળવારનો દિવસ શેર બજાર માટે ખુબ જ ખરાબ સાબિત થયો છે. આજે સવારે માર્કેટ ઓપન થયું ત્યારે સેન્સેક્સ અને નિફ્ટીએ તોફાની શરૂઆત કરી હતી.
Kunjan ShuklaUpdated on: 15 Sep 2026 04:38 PM IST
Stock Market Crash : સેન્સેક્સ-નિફ્ટીમાં આવ્યો મોટો કડાકો, રોકાણકારોના 9 લાખ કરોડ રૂપિયા ધોવાયાStock Market Crash : સેન્સેક્સ-નિફ્ટીમાં આવ્યો મોટો કડાકો, રોકાણકારોના 9 લાખ કરોડ રૂપિયા ધોવાયા

Stock Market Crash : 15 સપ્ટેમ્બર મંગળવારનો દિવસ શેર બજાર માટે ખુબ જ ખરાબ સાબિત થયો છે. આજે સવારે માર્કેટ ઓપન થયું ત્યારે સેન્સેક્સ અને નિફ્ટીએ તોફાની શરૂઆત કરી હતી પણ થોડા સમય બાદ જ બજારે પલટી મારી અને નિફ્ટી અને સેન્સેક્સ ક્રેશ થયા. સેન્સેક્સમાં 1400 પોઈન્ટ અને નિફ્ટીમાં 474 પોઈન્ટનો ઘટાડો નોંધાયો.

શું છે માર્કેટ ક્રેશ થવાનું કારણ?

શેર માર્કેટમાં રોકાણકારોને મંગળવારે મોટું નુકસાન થયું છે. ગણતરીની મિનિટોમાં જ માર્કેટમાં ઉથલપાથલ જોવા મળી. સેન્સેક્સ 74,0003ના લેવલ પર તો નિફ્ટી 23,118 પોઈન્ટ પર બંધ થયા. માર્કેટ ક્રેશ થવાનું કારણ કાચા તેલના ભાવમાં મોટા ઉછાળાથી લઈને US બોન્ડ યીલ્ડ સુધીનું કારણ જવાબદાર છે.

આ શેરમાં જોવા મળ્યો તગડો ઘટાડો

શેર માર્કેટમાં કડાકા વચ્ચે BEL શેર (5 ટકા), ઈન્ડિગો શેર (3.56 ટકા), બજાજ ફિનસર્વ શેર (2.96 ટકા), અદાણી પોર્ટ શેર (2.50 ટકા), એસબીઆઈ શેર (2.24 ટકા), ટાઈટન શેર (2.35 ટકા), બજાજ ફાઈનાન્સ શેર (2.34 ટકા), એશિયન પેઈન્ટ શેર (2.31 ટકા) M&M શેર (2.19 ટકા), ટ્રેન્ટ શેર (2 ટકા) સહિત અન્ય ઘણા શેરમાં ઘટાડો જોવા મળ્યો.

રોકાણકારોને થયું મોટું નુકસાન

આ ઘટાડાને કારણે શેરબજારના રોકાણકારોને મોટું નુકસાન થયું છે. આંકડાની વાત કરીએ તો દિવસની શરૂઆતમાં BSEની માર્કેટ કેપ 4,81,92,523.08 કરોડ રૂપિયા પર હતી, ત્યારબાદ આ આંકડો 4,72,79,214.41 કરોડ રૂપિયા પર આવી ગયો. એટલે કે BSEની માર્કેટ કેપમાં 9,13,308.67 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

નોંધ - શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ જરૂર લેવી.

આ પણ વાંચો : ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં જોરદાર ઉછાળો, પહેલીવાર 785 અબજ ડોલરને પાર

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.