Share Market Closing: શેરબજારમાં મામૂલી તેજી સાથે કારોબાર પૂર્ણ, બેન્કિંગ શેરોમાં ખરીદી વધી


Share Market Closing
Share Market Closing: શેરબજારમાં મામૂલી તેજી સાથે કારોબાર પૂર્ણ, બેન્કિંગ શેરોમાં ખરીદી વધી


Share Market Closing
Share Market Closing: ભારતીય શેરબજારમાં સોમવારના ટ્રેડિંગ સેશન દરમિયાન સકારાત્મક માહોલ જોવા મળ્યો હતો. બેન્કિંગ શેરોમાં મજબૂત ખરીદીને કારણે બજારના મુખ્ય સૂચકાંકો વધારા સાથે બંધ થયા હતા. જોકે, IT અને મેટલ ક્ષેત્રના શેરોમાં ઘટાડો નોંધાતા બજારમાં તેજી મર્યાદિત રહી હતી.
નિફ્ટી બેન્ક 1.51 ટકા વધ્યો
સોમવારના કારોબારના અંતે BSE સેન્સેક્સ 107.25 પોઈન્ટ એટલે કે 0.13 ટકાના વધારા સાથે 81,106.65ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે NSE નિફ્ટી 58.25 પોઈન્ટ એટલે કે 0.23 ટકા વધીને 25,044.65ના સ્તરે પહોંચ્યો હતો. સેક્ટરલ ઈન્ડેક્સની વાત કરીએ તો બેન્કિંગ શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી હતી. નિફ્ટી બેન્ક 1.51 ટકા અને નિફ્ટી PSU બેન્ક 3.73 ટકા વધીને બંધ થયા હતા. આ ઉપરાંત નિફ્ટી ફાર્મામાં 1.65 ટકા, હેલ્થકેરમાં 1.33 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 0.92 ટકા, રિયલ્ટીમાં 0.77 ટકા અને ફાઈનાન્શિયલ સર્વિસિસમાં 0.75 ટકાનો વધારો નોંધાયો હતો.
મારુતિ સુઝુકી અને ટાઈટન જેવા શેરો વધારા સાથે બંધ થયા
બીજી તરફ નિફ્ટી ITમાં 1.22 ટકા, મેટલમાં 0.46 ટકા અને FMCGમાં 0.15 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ મજબૂતી રહી હતી. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 0.55 ટકા વધીને 61,022.55 પર અને સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 0.10 ટકા વધીને 19,185.05 પર બંધ થયો હતો. સેન્સેક્સના શેરોમાં SBI, ટ્રેન્ટ, L&T, NTPC, HDFC બેન્ક, ICICI બેન્ક, મારુતિ સુઝુકી અને ટાઈટન જેવા શેરો વધારા સાથે બંધ થયા હતા. જ્યારે HCL ટેક, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઇનાન્સ અને ઇન્ફોસિસ સહિતના શેરોમાં ઘટાડો નોંધાયો હતો.
બજારના નિષ્ણાતોના મતે, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વધતી ભાગીદારી, કંપનીઓનાં સારા પરિણામો અને ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈથી બજારને ટેકો મળી રહ્યો છે. જોકે, રોકાણકારોની નજર હવે ભારત અને અમેરિકાના મોંઘવારીના આંકડા તથા વ્યાજદર અંગેના સંકેતો પર રહેશે.
નોંધ - શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ જરૂર લેવી.




