Get News Alerts

Never miss breaking news updates.

Share Marketમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ 685 અંક ઉછળ્યો, નિફ્ટીમાં 1%ની નજીક વધારો

Share Market : ગત સપ્તાહે સતત ચાર સત્રોમાં ભારે ઘટાડા બાદ ભારતીય શેરબજારમાં છેલ્લા બે સત્રથી તેજી જોવા મળી રહી છે.
Kunjan ShuklaUpdated on: 06 Oct 2026 04:23 PM IST
Share Marketમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ 685 અંક ઉછળ્યો, નિફ્ટીમાં 1%ની નજીક વધારોShare Marketમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ 685 અંક ઉછળ્યો, નિફ્ટીમાં 1%ની નજીક વધારો

Share Market

Share Market : ગત સપ્તાહે સતત ચાર સત્રોમાં ભારે ઘટાડા બાદ ભારતીય શેરબજારમાં છેલ્લા બે સત્રથી તેજી જોવા મળી રહી છે. મંગળવારે સતત બીજા દિવસે ઘરેલુ શેરબજારના મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ 1 ટકાનો ઉછાળો નોંધાયો હતો. RBIની મોનેટરી પોલિસી કમિટી એટલે કે MPCની બેઠકના પરિણામ પહેલાં બજારમાં ખરીદીનું વલણ જોવા મળ્યું હતું.

આ શેરોમાં સૌથી વધુ તેજી નોંધાઈ

બજાર બંધ થતાં BSE સેન્સેક્સ 685.34 અંક એટલે કે 0.95 ટકા વધીને 73,067.81ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે NSE નિફ્ટી-50 220.35 અંક એટલે કે 0.98 ટકા વધીને 22,776.10 પર બંધ થયો હતો. નિફ્ટી-50માં Trent, BSE, Kotak Mahindra Bank, Nestle India અને HULના શેરોમાં સૌથી વધુ તેજી નોંધાઈ હતી. બીજી તરફ Coal India, Tech Mahindra, Max Healthcare, TMPV, UltraTech Cement, Apollo Hospitals અને ITCના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.

વ્યાપક બજારમાં પણ ખરીદીનો માહોલ રહ્યો હતો. Nifty Midcapમાં 1.08 ટકા અને Nifty Smallcapમાં 1.56 ટકાનો વધારો નોંધાયો હતો. સેક્ટરલ ઈન્ડેક્સમાં Nifty Chemical, Pharma, Oil & Gas, FMCG, Private Bank અને Healthcareમાં 1 ટકાથી વધુની તેજી જોવા મળી હતી. જોકે IT, Realty અને PSU Bank સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો.

ક્રૂડનો ભાવ ફરી 100 ડોલર નીચે આવ્યો

આ સપ્તાહમાં અત્યાર સુધી સેન્સેક્સ 1,000થી વધુ અંક વધ્યો છે, જ્યારે નિફ્ટી-50એ છેલ્લા બે સત્રમાં 300થી વધુ અંકનો વધારો નોંધાવ્યો છે. RBI MPCની ત્રણ દિવસીય બેઠક ચાલી રહી છે અને તેના પરિણામ 7 ઓક્ટોબરે જાહેર થવાના છે. બજારની તેજી પાછળ કાચા તેલના ભાવમાં ઘટાડો અને વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતોને પણ મહત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ તાજેતરની તેજી બાદ ફરી 100 ડોલર પ્રતિ બેરલથી નીચે આવ્યો છે. ઉપરાંત અમેરિકાની 10 વર્ષીય બોન્ડ યીલ્ડમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો : Oman બન્યું ભારતનું સૌથી મોટું LNG સપ્લાયર, સપ્ટેમ્બરમાં અમેરિકાને છોડ્યું પાછળ

નોંધ - શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ જરૂર લેવી.

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.