Get News Alerts

Never miss breaking news updates.

Rajesh Power Servicesને MGVCL પાસેથી રૂપિયા 471.92 કરોડનો મળ્યો મોટો ઓર્ડર, કુલ ઓર્ડર બુક 4,000 કરોડની નજીક પહોંચી

Rajesh Power Services : પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ક્ષેત્રમાં અગ્રણી સ્પેશિયલાઈઝ્ડ ઈપીસી કોન્ટ્રાક્ટર્સમાં સ્થાન ધરાવતી રાજેશ પાવર સર્વિસીસ લિમિટેડે સોમવારે જાહેરાત કરી હતી.
Kunjan ShuklaUpdated on: 12 Oct 2026 04:41 PM IST
Rajesh Power Servicesને MGVCL પાસેથી રૂપિયા 471.92 કરોડનો મળ્યો મોટો ઓર્ડર, કુલ ઓર્ડર બુક 4,000 કરોડની નજીક પહોંચીRajesh Power Servicesને MGVCL પાસેથી રૂપિયા 471.92 કરોડનો મળ્યો મોટો ઓર્ડર, કુલ ઓર્ડર બુક 4,000 કરોડની નજીક પહોંચી

Rajesh Power Services

Rajesh Power Services : પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ક્ષેત્રમાં અગ્રણી સ્પેશિયલાઈઝ્ડ ઈપીસી કોન્ટ્રાક્ટર્સમાં સ્થાન ધરાવતી રાજેશ પાવર સર્વિસીસ લિમિટેડે સોમવારે જાહેરાત કરી હતી કે કંપનીને સમગ્ર ગુજરાતમાં ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (એમજીવીસીએલ) પાસેથી રૂ. 471.92 કરોડના (કરવેરા સહિત) ટર્નકી કોન્ટ્રાક્ટ્સ મળ્યા છે. આ મોટો ઓર્ડર રાજેશ પાવર સર્વિસીસ લિમિટેડ માટે એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. એક જ તબક્કામાં કંપનીની કુલ ઓર્ડર બુકમાં 10 ટકાથી વધુનો વધારો થયો છે અને કુલ ઓર્ડર બુક રૂ. 4,000 કરોડની નજીક પહોંચી ગઈ છે. આ સાથે કંપનીને આગામી 18 મહિના સુધી પ્રોજેક્ટના અમલીકરણની વિઝિબિલિટી પણ મળી છે.

આ કોન્ટ્રાક્ટ હેઠળ ગુજરાતના વિવિધ સ્થળોએ હાલની 11kVની હાઈ ટેન્શન ઓવરહેડ લાઈનોને મીડિયમ વોલ્ટેજ કવર્ડ કન્ડક્ટર (એમવીસીસી) લાઈનોમાં ફેરવવાની સાથે અંડરગ્રાઉન્ડ કેબલનું નેટવર્ક ઊભું કરવાનું કામ કરવામાં આવશે. આ કામગીરી એમજીવીસીએલની એસઆઈ સ્કીમ રોબસ્ટ-3 હેઠળ હાથ ધરવામાં આવશે.

કંપનીની હાજરીને વધુ મજબૂત બનાવશે

આ નવો ઓર્ડર કંપનીના પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના કામકાજમાં નોંધપાત્ર વધારો કરશે અને વીજળીના ટ્રાન્સમિશન તથા ડિસ્ટ્રીબ્યુશન (ટીએન્ડડી) ક્ષેત્રમાં કંપનીની હાજરીને વધુ મજબૂત બનાવશે. આ ઉપરાંત, તે કંપનીના આગામી પ્રોજેક્ટ્સના અમલીકરણ માટેની યોજનાને વધુ મજબૂત બનાવશે અને આવનારા સમયમાં હાથ ધરવાના નિશ્ચિત પ્રોજેક્ટ્સનો વ્યાપ વધારશે.

આ પ્રોજેક્ટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કના ચાલી રહેલા આધુનિકીકરણની કામગીરીને અનુરૂપ છે. તેમાં કવર્ડ કન્ડક્ટર અને અંડરગ્રાઉન્ડ કેબલિંગ દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રાજેશ પાવર સર્વિસીસ લિમિટેડ આ પ્રોજેક્ટને કરારની શરતો અનુસાર પૂર્ણ કરવા માટે પોતાની ટેકનિકલ કુશળતા, પ્રોજેક્ટ મેનેજમેન્ટની ક્ષમતા અને કાર્યકારી સંસાધનોનો ઉપયોગ કરશે.

કુલ ઓર્ડર બુક આશરે રૂ. 4,000 કરોડ સુધી પહોંચી

આ અંગે રાજેશ પાવર સર્વિસીસ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કુરાંગ પંચાલે જણાવ્યું હતું કે, “એમજીવીસીએલ તરફથી મળેલો આ મહત્વપૂર્ણ ઓર્ડર રાજેશ પાવર સર્વિસીસ લિમિટેડ માટે એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. અમારી કુલ ઓર્ડર બુક આશરે રૂ. 4,000 કરોડ સુધી પહોંચી છે ત્યારે અમે પ્રોજેક્ટ્સ પાઈપલાઈન અને બિઝનેસ વિઝિબિલિટીને સતત વધુ મજબૂત બનાવી રહ્યા છીએ. ભારતની વિસ્તરી રહેલી પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતોને અનુરૂપ નવી તકો મેળવવાની સાથે અમે શિસ્તબદ્ધ રીતે પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા, કાર્યક્ષમતા, ગુણવત્તા અને સલામતી જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.”

કંપની તેના માટે અગાઉથી નિશ્ચિત થયેલા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા અને ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશનના આધુનિકીકરણ ક્ષેત્રે નવી તકો મેળવવા પર સતત ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જોકે, વધેલી ઓર્ડર બુકને આવક અને નફાકારકતામાં ફેરવવાની પ્રક્રિયા પ્રોજેક્ટ્સના સમયસર અમલીકરણ, કરારમાં નિર્ધારિત તબક્કાઓ પૂરા કરવા, ખર્ચ અને કાર્યશીલ મૂડીની જરૂરિયાતો પર આધારિત રહેશે.

નોંધ - શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ જરૂર લેવી.

આ પણ વાંચો : Stock Market Crash : સેન્સેક્સ અને નિફ્ટીમાં આવ્યો તગડો ઘટાડો, રોકાણકારો મુકાયા ચિંતામાં

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.