Get News Alerts

Never miss breaking news updates.

RBI Monetary Policy : RBIએ રેપો રેટ વધાર્યો, હોમ લોન સહિત આ લોન થશે મોંઘી

RBI Monetary Policy : ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ 7 ઓક્ટોબરે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરવાની જાહેરાત કરી છે.
Kunjan ShuklaUpdated on: 07 Oct 2026 02:40 PM IST
RBI Monetary Policy : RBIએ રેપો રેટ વધાર્યો, હોમ લોન સહિત આ લોન થશે મોંઘીRBI Monetary Policy : RBIએ રેપો રેટ વધાર્યો, હોમ લોન સહિત આ લોન થશે મોંઘી

RBI Monetary Policy

RBI Monetary Policy : ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ 7 ઓક્ટોબરે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધારા બાદ રેપો રેટ 5.25 ટકાથી વધીને 5.50 ટકા થયો છે. ફેબ્રુઆરી 2023 બાદ RBIએ પ્રથમ વખત રેપો રેટમાં વધારો કર્યો છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ સવારે 10 વાગ્યે મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકના પરિણામોની જાહેરાત કરી હતી.

RBIએ મોનેટરી પોલિસીના વલણમાં પણ ફેરફાર કર્યો

RBIની MPCની ત્રણ દિવસીય બેઠક 5 ઓક્ટોબરથી શરૂ થઈ હતી. બેઠક બાદ વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એનાલિસ્ટ્સ દ્વારા પણ ઓક્ટોબરની પોલિસી બેઠકમાં 25 બેસિસ પોઈન્ટના વધારાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. RBIએ મોનેટરી પોલિસીના વલણમાં પણ ફેરફાર કર્યો છે. ગવર્નર સંજય મલ્હોત્રાએ પોલિસીનું વલણ ‘કેલિબ્રેટેડ ટાઈટનિંગ’ રહેશે તેમ જણાવ્યું છે, એટલે કે જરૂરિયાત મુજબ નાણાકીય નીતિને વધુ કડક બનાવવામાં આવી શકે છે. રેપો રેટમાં વધારાની સીધી અસર બેન્કોના લોનના વ્યાજદર પર પડી શકે છે. ખાસ કરીને હોમ લોન, કાર લોન અને અન્ય ફ્લોટિંગ રેટવાળી લોન મોંઘી થવાની શક્યતા છે. જે ગ્રાહકોએ પહેલેથી લોન લીધી છે, તેમના માટે પણ વ્યાજદર વધે તો EMIમાં વધારો થઈ શકે છે.

ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી વધીને 4.82 ટકા પહોંચી

રેપો રેટ વધારવાનું મુખ્ય કારણ વધતી મોંઘવારીને નિયંત્રિત કરવાનો પ્રયાસ માનવામાં આવે છે. ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી વધીને 4.82 ટકા પહોંચી હતી, જે RBIના 4 ટકાના લક્ષ્યાંકથી વધુ છે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો પણ મોંઘવારી પર દબાણ વધારી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વ્યાજદરને લઈને કડક નાણાકીય નીતિ જોવા મળી રહી છે. અમેરિકાના ફેડરલ રિઝર્વે પણ સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં વધારો કર્યો હતો. વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવ અને મોંઘવારીના દબાણને કારણે આગામી સમયમાં પણ વ્યાજદર અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાઈ શકે છે.

આ પણ વાંચો : Oman બન્યું ભારતનું સૌથી મોટું LNG સપ્લાયર, સપ્ટેમ્બરમાં અમેરિકાને છોડ્યું પાછળ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.