Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad Rural Rolice Garba : ગુજરાત પોલીસના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં જામિંગ ગરબા મહોત્સવ યોજાયો

Ahmedabad Rural Rolice Garba : અમદાવાદમાં નવરાત્રિના પર્વને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા માટે ‘નાદરતી જામિંગ ગરબા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 19 Oct 2026 12:10 PM IST
Ahmedabad Rural Rolice Garba : ગુજરાત પોલીસના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં જામિંગ ગરબા મહોત્સવ યોજાયોAhmedabad Rural Rolice Garba : ગુજરાત પોલીસના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં જામિંગ ગરબા મહોત્સવ યોજાયો

Ahmedabad Rural Rolice Garba

Ahmedabad Rural Rolice Garba : અમદાવાદમાં પ્રથમ વખત યોજાનારા આ વિશેષ કાર્યક્રમમાં પરંપરાગત ભક્તિ, ગરબાની ઉર્જા અને સંગીતનો અનોખો સંગમ જોવા મળશે. કાર્યક્રમમાં 5001 દીવડાઓ સાથે કરવામાં આવનારી આરતી મુખ્ય આકર્ષણ તરીકે રજૂ કરવામાં આવી છે.

આ કાર્યક્રમ અમદાવાદ ગ્રામ્ય પોલીસની ઉપસ્થિતિ સાથે યોજાનાર હોવાનું આયોજન સંબંધિત વિગતોમાં જણાવાયું છે. નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધના અને ગરબાની પરંપરાને વિશેષ રીતે ઉજવવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. 5001 દીવડાની આરતી દ્વારા ભક્તિમય વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ગુજરાત પોલીસના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં જામિંગ ગરબા મહોત્સવ

કાર્યક્રમના આયોજન અને ડિઝાઇનની જવાબદારી મિહિર ઇવેન્ટ્સ એન્ડ સર્વિસિસ દ્વારા સંભાળવામાં આવી છે. જ્યારે વ્યાસ બ્રધર્સની કલાકારી પણ આ કાર્યક્રમનો એક મહત્વપૂર્ણ ભાગ હોવાનું જણાવાયું છે. આધુનિક જામિંગ શૈલી અને પરંપરાગત નવરાત્રિની ભાવનાને એક મંચ પર લાવવાનો આ પ્રયાસ ગરબાપ્રેમીઓ માટે ખાસ બની શકે છે.

કાર્યક્રમ માટે જાહેર કરાયેલા નામોના ક્રમમાં ગુજરાત પોલીસના ડીજીપી જી.એસ. મલિક, એસીબીના ડિરેક્ટર પિયુષ પટેલ, અમદાવાદ ક્રાઇમના આઈજીપી શરદ સિંઘલ, આઈબીના આઈજીપી અશોક કુમાર યાદવ અને અમદાવાદ રેન્જના આઈજીપી રાઘવેન્દ્ર વત્સાનો સમાવેશ થાય છે.

5001 દીવડાની આરતી કરાઈ હતી

આ ઉપરાંત અમદાવાદ સિટી સ્પેશિયલ બ્રાન્ચના તરુણ દુગ્ગલ, અમદાવાદ સેક્ટર-2ના જયપાલસિંહ રાઠોડ, અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાટ અને અમદાવાદ સિટી ઝોનના શિવમ વર્માનાં નામ પણ યાદીમાં સામેલ છે. આયોજકો માટે 5001 દીવડાની આરતી કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહ્યું હતુ. ભક્તિ અને સંગીતના સમન્વય સાથે યોજાનારા આ કાર્યક્રમમાં નવરાત્રિના ઉત્સવને નવી ઓળખ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં પ્રથમ ‘નાદરતી જામિંગ ગરબા’ના આયોજનને લઈને ગરબાપ્રેમીઓમાં ઉત્સુકતા જોવા મળી હતી.

આ પણ વાંચો : Navsari Police : નવસારી પોલીસે ફિલ્મી ઢબે દારૂ ઝડપ્યો, સુરત ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા 4 કર્મી દારૂની ખેપ મારતા ઝડપાયા

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે