Navsari Police : નવસારી પોલીસે ફિલ્મી ઢબે દારૂ ઝડપ્યો, સુરત ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા 4 કર્મી દારૂની ખેપ મારતા ઝડપાયા



Navsari Foreign Liquor Seizure
Navsari Police : નવસારી પોલીસે ફિલ્મી ઢબે દારૂ ઝડપ્યો, સુરત ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા 4 કર્મી દારૂની ખેપ મારતા ઝડપાયા



Navsari Foreign Liquor Seizure
Navsari Police : આ મામલે સુરત ટ્રાફિક પોલીસના ચાર કર્મીઓ સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પર દારૂની હેરાફેરી ઉપરાંત ફરજ પરના લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ના જવાન પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આક્ષેપ છે.
એંધલ ગામ નજીક હાઇવે પર ચેકિંગ દરમિયાન સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન કુલ 64 બોટલ વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીઓએ ફરજ પરના LCB જવાન સાથે ગાળાગાળી કરી લાકડી વડે માર માર્યો હોવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યાનો આક્ષેપ છે.
ફિલ્મી ઢબે દારૂ ઝડપી પાડયો
ઘટનાની જાણ થતાં LCB પોલીસે આરોપીઓનો પીછો કર્યો હતો. ત્યારબાદ વેસ્મા નજીક નાઝ હોટલ પાસે નાકાબંધી ગોઠવી પાંચેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્વિફ્ટ કાર, વિદેશી દારૂની 64 બોટલ અને મોબાઇલ ફોન સહિત કુલ ₹5.60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે આરોપીઓ વિરુદ્ધ રાયોટિંગ, સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ કેસમાં ચાર પોલીસકર્મીઓ જ આરોપી તરીકે ઝડપાતાં પોલીસ વિભાગમાં ચર્ચા જાગી છે. કાયદાનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતા કર્મીઓ સામે જ દારૂની હેરાફેરી અને ફરજ પરના જવાન પર હુમલાના આક્ષેપો સામે આવતાં મામલો ગંભીર બન્યો છે. હાલમાં તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દારૂના જથ્થા અંગેની વિગતો, ઘટનાક્રમ અને દરેક આરોપીની ભૂમિકા અંગે વધુ તપાસ કરવામાં આવશે.
ઝડપાયેલા આરોપીઓનાં નામ
અંકિતભાઈ કમુભાઈ દેવડા — સુરત રીજન-2 ટ્રાફિક પોલીસકર્મી
પીન્ટુભાઈ સાજાભાઈ ડુંગાઈસા — સુરત રીજન-3 ટ્રાફિક પોલીસકર્મી
દિતાભાઈ માવાભાઈ ચૌહાણ — સુરત રીજન-2 ટ્રાફિક પોલીસકર્મી
રાહુલકુમાર બાબુભાઈ ધ્રાંગી — સુરત રીજન-2 ટ્રાફિક પોલીસકર્મી
દેવરાજભાઈ ઠાકરેજી રબારી — ખાનગી વ્યક્તિ, વ્યવસાયે હીરા ઘસવાનું કામ
આ પણ વાંચો : Gujarat Latest News Live : સુરતમાં ડબલ મર્ડર, દીકરાએ માતા અને નાના ભાઈની હત્યા કરી

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે





