Inspirational Story: 102 વર્ષની ઉંમરે પાવાગઢની સીડી ચઢ્યાં જેઠીબેન, મહાકાળી માતાના દર્શન કરી બન્યાં પ્રેરણારૂપ



Inspirational Story
Inspirational Story: 102 વર્ષની ઉંમરે પાવાગઢની સીડી ચઢ્યાં જેઠીબેન, મહાકાળી માતાના દર્શન કરી બન્યાં પ્રેરણારૂપ



Inspirational Story
Inspirational Story: ભક્તિ અને શ્રદ્ધા સામે ઉંમરનો કોઈ બાધ નથી, તેનું પ્રેરણાદાયી ઉદાહરણ પાવાગઢ ખાતે જોવા મળ્યું. જામનગરના આમરા ગામના 102 વર્ષીય જેઠીબેન ભગવાનજી કણજારીયા મહાકાળી માતાના દર્શન માટે પાવાગઢ પહોંચ્યા હતા.
102 વર્ષની ઉંમરે પણ ચઢ્યાં પગથિયાં
જેઠીબેન 102 વર્ષની ઉંમરે પણ પરિવાર સાથે પાવાગઢ પહોંચ્યા અને પાવાગઢની સીડી ચઢીને મહાકાળી માતાના દર્શન કર્યા. તેમની ઉંમર અને ઉત્સાહ જોઈને મંદિર પરિસરમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ પણ આશ્ચર્યચકિત બન્યા હતા.
ત્રીજી પેઢીના બાળકની ધાર્મિક વિધિ
મળતી માહિતી મુજબ, પરિવારના ત્રીજી પેઢીના બાળકની સાકર સાથે તોલવાની ધાર્મિક વિધિ પાવાગઢ ખાતે રાખવામાં આવી હતી. આ પ્રસંગે જેઠીબેન પણ પરિવાર સાથે માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા.
શ્રદ્ધા અને હિંમતનું અનોખું ઉદાહરણ
સામાન્ય રીતે 100 વર્ષથી વધુ ઉંમરે વ્યક્તિ માટે લાંબું અંતર કાપવું અને પગથિયાં ચઢવા પડકારરૂપ હોય છે. જોકે જેઠીબેને શ્રદ્ધા અને આત્મવિશ્વાસ સાથે પાવાગઢના પગથિયાં ચઢી માતાજીના દર્શન કર્યા.
નવી પેઢી માટે પ્રેરણાસ્રોત
જેઠીબેનનો આ પ્રસંગ માત્ર ધાર્મિક આસ્થા પૂરતો સીમિત નથી, પરંતુ ઉમંગ, આત્મવિશ્વાસ અને હિંમતનું પ્રેરણાદાયી ઉદાહરણ પણ બની રહ્યો છે. 102 વર્ષની ઉંમરે માતાજીના દર્શન માટે પગથિયાં ચઢવાની તેમની ભાવના અને શ્રદ્ધાને જોઈને પરિવારજનો તેમજ ત્યાં હાજર લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. જેઠીબેનની આ યાત્રા દર્શાવે છે કે મનમાં શ્રદ્ધા અને હિંમત હોય તો ઉંમર ભક્તિના માર્ગમાં અવરોધ બની શકતી નથી.
આ પણ વાંચો : Jamnagar: કેશીયા ગામના રાજાશાહી સમયના તળાવના રિનોવેશન સામે સવાલો




