Fisherman Death: દીવની ફિશિંગ બોટમાંથી દરિયામાં પડેલા માછીમારનો ચાર દિવસ બાદ મૃતદેહ મળ્યો



Fisherman Death:
Fisherman Death: દીવની ફિશિંગ બોટમાંથી દરિયામાં પડેલા માછીમારનો ચાર દિવસ બાદ મૃતદેહ મળ્યો



Fisherman Death:
Fisherman Death: કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં દરિયામાં માછીમાર ગુમ થવાની ઘટનાનો કરુણ અંત આવ્યો છે. દીવની ‘હનુમાન સાગર’ ફિશિંગ બોટમાંથી દરિયામાં પડી ગયેલા 48 વર્ષીય માછીમારનો મૃતદેહ ચાર દિવસ બાદ અન્ય એક ફિશિંગ બોટની જાળમાં મળી આવ્યો છે.
ફિશિંગ દરમિયાન દરિયામાં પડી ગયા
મળતી માહિતી મુજબ, 26 ઓગસ્ટના રોજ હનુમાન સાગર નામની ફિશિંગ બોટ વણાંકબારા સામેના દરિયામાં માછીમારી કરી રહી હતી. તે દરમિયાન દીવના ભાવસારવાડા વિસ્તારના રહેવાસી યોગેશ કુમાર કાનજી કાપડિયા (ઉંમર 48 વર્ષ)ને અચાનક ચક્કર આવતા તેઓ દરિયામાં પડી ગયા હતા.
ઘટનાના પગલે શોધખોળ શરૂ
યોગેશ કુમાર દરિયામાં પડી ગયા બાદ બોટમાં હાજર ખલાસીઓ અને અન્ય માછીમારોએ તાત્કાલિક તેમની શોધખોળ શરૂ કરી હતી. જોકે તે સમયે તેમની કોઈ ભાળ મળી નહોતી. ત્યારબાદ પણ દરિયામાં સતત શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી.
અન્ય બોટની જાળમાં આવ્યો મૃતદેહ
ચાર દિવસ બાદ આજે અન્ય એક ફિશિંગ બોટ માછીમારી કરી રહી હતી ત્યારે તેની જાળમાં યોગેશ કુમારનો મૃતદેહ આવી ગયો હતો. માછીમારોએ મૃતદેહને જાળમાંથી બહાર કાઢી દીવના ઘોઘલા જેટી ખાતે લાવવામાં આવ્યો હતો.
પોલીસે કાર્યવાહી હાથ ધરી
ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘોઘલા જેટી ખાતે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બોટની વિગતો
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હનુમાન સાગર ફિશિંગ બોટનો રજીસ્ટ્રેશન નંબર DD-02-MM-1519 છે અને બોટના માલિક તરીકે શાંતિલાલ લવચંદ જાદવનું નામ સામે આવ્યું છે.
પરિવાર અને માછીમાર સમાજમાં શોક
ચાર દિવસની શોધખોળ બાદ યોગેશ કુમારનો મૃતદેહ મળતા પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઘટનાને પગલે દીવના માછીમાર સમાજમાં પણ શોકની લાગણી ફેલાઈ છે.




