વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન મંગળવારે લોકસભામાં ફરી એકવાર ભારે હોબાળો જોવા મળ્યો. પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષના સતત વિરોધ અને નારેબાજીને પગલે સ્પીકર ઓમ બિરલાએ કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી.
Rahul Desai
Rahul Desai
વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિતવિપક્ષના હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત

નવી દિલ્હી લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ સ્પીકર ઓમ બિરલાએ ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે મેડલ જીતનારા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

ત્યારબાદ વિપક્ષના સાંસદોએ 20 જુલાઈએ જંતર-મંતર ખાતે પ્રદર્શનકારીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહીને લઈને સરકાર વિરુદ્ધ નારેબાજી શરૂ કરી હતી. સતત હોબાળાને કારણે પ્રશ્નકાળની કાર્યવાહી સુચારૂ રીતે ચાલી શકી નહોતી.

સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે બપોરે 2 વાગ્યે 'પબ્લિક એક્ઝામિનેશન્સ (અનફેર પ્રેક્ટિસિસ) એમેન્ડમેન્ટ બિલ, 2026' પર ચર્ચા કરવામાં આવશે અને સભ્યોને પ્રશ્નકાળ દરમિયાન અવરોધ ન ઊભો કરવા અપીલ કરી હતી. જોકે, વિપક્ષે નારેબાજી ચાલુ રાખતાં આખરે કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.

ઉલ્લેખનીય છે કે સોમવારે કેન્દ્રીય રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે 'જાહેર પરીક્ષાઓ (અનુચિત સાધનોની રોકથામ) સુધારા વિધેયક, 2026' લોકસભામાં રજૂ કર્યું હતું. પરંતુ ભારે હોબાળા વચ્ચે આ મહત્વના બિલ પર કોઈ ચર્ચા થઈ શકી નહોતી.

સાંજે ફરી કાર્યવાહી શરૂ થતાં પણ વિપક્ષનો વિરોધ યથાવત રહ્યો. સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું કે પેપર લીક અટકાવવા માટે કડક કાયદો લાવવાની માંગ ખુદ વિપક્ષે કરી હતી, તેથી હવે આ બિલ પર રચનાત્મક ચર્ચા કરવી તેમની જવાબદારી છે. તેમણે ખાસ કરીને યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ચર્ચામાં ભાગ લેવા અપીલ કરી હતી.

તે છતાં વિપક્ષના સભ્યોનો હોબાળો ચાલુ રહેતાં લોકસભાની કાર્યવાહી ફરીથી સ્થગિત કરવાની ફરજ પડી.