Get News Alerts

Never miss breaking news updates.

કૃષ્ણાવતારમે એન્ટ્રીની સાથે જ કર્યો ધડાકો! શુક્રવારે અક્ષય કુમારની ભૂત બંગલાથી વધુ સારી કમાણી કરી

Krishnavataram Movie: ભગવાન શ્રીકૃષ્ણની કહાણીને મોટા પડદે લઈને આવેલી હિન્દી ફિલ્મ ‘કૃષ્ણાવતારમ’ આવતાંની સાથે જ થિયેટર્સમાં છવાઈ ગઈ છે. ગુરુવારે સાંજે લિમિટેડ શો સાથે આવેલી કૃષ્ણાવતારમ, શુક્રવારે સવારે દર્શકોને થિયેટર્સ તરફ આકર્ષતી દેખાઈ હતી. દમદાર ટ્રેલર અને સારા ગીતોને કારણે કૃષ્ણાવતારમે પહેલેથી જ માહોલ બનાવી દીધો હતો.
Admin
AdminUpdated on: 09 May 2026 02:02 PM IST
કૃષ્ણાવતારમે એન્ટ્રીની સાથે જ કર્યો ધડાકો! શુક્રવારે અક્ષય કુમારની ભૂત બંગલાથી વધુ સારી કમાણી કરીકૃષ્ણાવતારમે એન્ટ્રીની સાથે જ કર્યો ધડાકો! શુક્રવારે અક્ષય કુમારની ભૂત બંગલાથી વધુ સારી કમાણી કરી

Krishnavataram Movie: ભગવાન શ્રીકૃષ્ણની કહાણીને મોટા પડદે લઈને આવેલી હિન્દી ફિલ્મ ‘કૃષ્ણાવતારમ’ આવતાંની સાથે જ થિયેટર્સમાં છવાઈ ગઈ છે. ગુરુવારે સાંજે લિમિટેડ શો સાથે આવેલી કૃષ્ણાવતારમ, શુક્રવારે સવારે દર્શકોને થિયેટર્સ તરફ આકર્ષતી દેખાઈ હતી. દમદાર ટ્રેલર અને સારા ગીતોને કારણે કૃષ્ણાવતારમે પહેલેથી જ માહોલ બનાવી દીધો હતો. ત્યારે ગુરુવારે પોઝિટિવ વર્ડ ઓફ માઉથ મળવાનું શરૂ થઈ ગયું અને ફિલ્મના મોટાભાગના રિવ્યૂ પણ પોઝિટિવ રહ્યા હતા. લિમિટેડ બજેટ અને નવી સ્ટારકાસ્ટ સાથે બનેલી આ ફિલ્મે શુક્રવારે બોક્સ ઓફિસ પર મજબૂત પકડ બનાવવાની શરૂઆત કરી છે.

કૃષ્ણાવતારમની દમદાર ઓપનિંગ
ગુરુવારે સાંજે લિમિટેડ શો  સાથે કૃષ્ણાવતારમ થિયેટર્સમાં પહોંચી હતી. ડેટા પ્રમાણે, ગુરુવારે ઇન્ડિયામાં માત્ર 510 શો સાથે કૃષ્ણાવતારમે 40 લાખ રૂપિયાથી વધુ નેટ કલેક્શન કર્યું હતું. વખાણ અને પોઝિટિવ વર્ડ ઓફ માઉથને જોતા શુક્રવારે શો વધ્યા હતા અને દિવસભરમાં 1500થી વધુ શો ચાલ્યા હતા. શુક્રવારે કૃષ્ણાવતારમે 1.15 કરોડથી વધુનું નેટ કલેક્શન કર્યું હતું. અત્યાર સુધીમાં બે દિવસમાં જ કૃષ્ણાવતારમે 1.5 કરોડથી વધુનું નેટ કલેક્શન કર્યું છે.

અક્ષય કુમારની હોરર કોમેડી ફિલ્મ ભૂત બંગલા હજુ સુધી થિયેટરમાં ચાલી રહી છે અને થિયેટર્સ આખા દિવસમાં 4000 શો ચલાવે છે. શુક્રવારે ભૂત બંગલાનું બોક્સ ઓફિસ કલેક્શન અંદાજે 1.75 કરોડની આસપાસ રહ્યું હતું. કૃષ્ણાવતારમની કમાણીનો આંકડો ભલે નાનો લાગે, પણ શોના હિસાબથી કમાણીનો અંદાજ તમે લગાવી શકો છે કે કૃષ્ણ કથા સારી રીતે દર્શકોને આકર્ષી રહી છે.

સિદ્ધાર્થ ગુપ્તા, સંસ્કૃતિ જાયના, નિવાશિયની કૃષ્ણન અને સુષ્મિતા ભટ જેવા નવા કલાકારો કૃષ્ણાવતારમમાં મુખ્ય પાત્રો ભજવી રહ્યા છે. મોટાભાગના દર્શકોને તો તેમનું નામ સુધ્ધા ખબર નથી. પરંતુ ફિલ્મનું ટ્રેલર અને ગીતોએ એવો માહોલ બનાવ્યો છે કે, લોકો સ્ટાર્સના નામો નહીં, ભગવાન કૃષ્ણની કહાણીના નામે થિયેટર્સ સુધી પહોંચી રહ્યા છે.

પોઝિટિવ વર્ડ ઓફ માઉથની અસર પણ અહીં તમને જોવા મળે છે. વિકેન્ડ્સમાં શનિવારે અને રવિવારે કૃષ્ણાવતારમ ગજબ માહોલ બનાવશે, જેનાથી આ અંડરરેટેડ ફિલ્મ મોટું બોક્સ ઓફિસ કલેક્શન કરી શકે છે. કૃષ્ણાવતારમ આ વર્ષની પહેલી સરપ્રાઇઝ બોલિવૂડ હીટ બને તેવું લાગી રહ્યું છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.