Get News Alerts

Never miss breaking news updates.

ખેડૂતોનો મહાસંગ્રામ: 1111 ટ્રેક્ટરો સાથે ગાંધીનગર તરફ કૂચ, શક્તિ પ્રદર્શનથી તંત્રમાં દોડધામ

ગુજરાતમાં ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને આજે વિશાળ આંદોલન ભભૂકી ઉઠ્યું છે. વીજ લાઈનોના વળતર અને જમીન સંપાદનના મુદ્દે અસંતોષ વ્યક્ત કરતાં હજારો ખેડૂતો 1111 ટ્રેક્ટરોના ભવ્ય કાફલા સાથે ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે. અમદાવાદના શાંતિપુરા સર્કલથી શરૂ થયેલી આ ઐતિહાસિક રેલીને કારણે સમગ્ર વિસ્તારમાં તણાવભર્યું વાતાવરણ સર્જાયું છે અને તંત્ર સતર્ક થઈ ગયું છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 15 Jun 2026 10:56 AM IST
ખેડૂતોનો મહાસંગ્રામ: 1111 ટ્રેક્ટરો સાથે ગાંધીનગર તરફ કૂચ, શક્તિ પ્રદર્શનથી તંત્રમાં દોડધામખેડૂતોનો મહાસંગ્રામ: 1111 ટ્રેક્ટરો સાથે ગાંધીનગર તરફ કૂચ, શક્તિ પ્રદર્શનથી તંત્રમાં દોડધામ

ગાંધીનગર: ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનોના વળતર અને જમીન સંપાદન સંબંધિત મુદ્દાઓને લઈને ગુજરાતમાં આજે ખેડૂત આંદોલને વિશાળ સ્વરૂપ ધારણ કર્યું છે. “જગતનો તાત” તરીકે ઓળખાતા ખેડૂતો 1111 ટ્રેક્ટરોના ભવ્ય કાફલા સાથે ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે, જેના કારણે સમગ્ર રાજ્યના તંત્રમાં ચકચાર મચી ગઈ છે.

અમદાવાદમાં વિશાળ ભેગી, શાંતિપુરા સર્કલ પર ઉગ્ર માહોલ

આ ઐતિહાસિક ખેડૂત શક્તિ પ્રદર્શન પહેલાં અમદાવાદના શાંતિપુરા સર્કલ પાસે હજારો ખેડૂતો એકત્ર થયા હતા. રાજ્યભરમાંથી આવેલા ખેડૂતોના સમૂહે સમગ્ર વિસ્તારને જાણે હાઈવે કેમ્પમાં ફેરવી નાખ્યો હતો. ભારે ભીડ અને ટ્રેક્ટરોના કાફલા કારણે હાઈવે પર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

પોલીસે એક તરફનો રોડ બ્લોક કર્યો
ઓગણજ ટોલ ટેક્સથી વૈષ્ણોદેવી તરફનો રોડ પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે, જે પણ ખેડૂતોને ઘરે પરત જવું હોય તેમને સભાસ્થળથી ઓગણજના એક તરફના રિંગ રોડથી ટોલટેક્સ થઈને ઘરે પરત જવા દેવામાં આવશે. કોઇપણ ખેડૂતને ગાંધીનગર નહીં જવા દેવા માટે પોલીસ દ્વારા એક તરફનો રોડ બ્લોક કરી દેવામાં આવ્યો છે.
 

બોપલથી વૈષ્ણોદેવી તરફ જવાનો રોડ બંધ
એસપી રિંગ રોડ પર ખેડૂતોએ ટ્રેક્ટર આડા મૂકી દીધા છે અને અત્યારે હાલમાં વૈષ્ણોદેવી તરફ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. બોપલથી વૈષ્ણોદેવી તરફ જવાનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે.

વળતર મુદ્દે ખેડૂતોનો આક્રોશ
ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનો અને જમીન સંપાદન બદલ યોગ્ય વળતર આપવામાં આવતું નથી. વિકાસના નામે ખેતીની કિંમતી જમીન નુકસાન પામે છે, છતાં યોગ્ય ન્યાય મળતો નથી એવી ફરિયાદ ખેડૂતો કરી રહ્યા છે.

આંદોલન વધુ ઉગ્ર બનવાની ચેતવણી
ખેડૂત સંગઠનોએ માત્ર વળતર જ નહીં, પરંતુ કૃષિ દેવા માફી અને પાકના પોષણક્ષમ ભાવની પણ માંગ ઉઠાવી છે. આગેવાનોનું કહેવું છે કે જો સરકાર તાત્કાલિક અને સંતોષકારક ઉકેલ નહીં આપે તો આ આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે.

ગાંધીનગરમાં કડક પોલીસ બંદોબસ્ત
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગાંધીનગરમાં કિલ્લાબંધી જેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પોલીસ તંત્ર સમગ્ર કૂચ પર નજર રાખી રહ્યું છે અને શાંતિ જળવાય રહે તે માટે વધારાનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. ખેડૂતોની આ વિશાળ કૂચ હવે રાજ્યની રાજકીય અને પ્રશાસનિક ચર્ચાનો કેન્દ્રબિંદુ બની ગઈ છે.

ખેડૂતોની મુખ્ય માંગણીઓ

ખેડૂતો મુખ્યત્વે નીચેની 5 માંગણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે:

  • વીજ પોલનો વિરોધ: ખેડૂતોનો આરોપ છે કે તેમની ખેતીની જમીનમાં તેમની સંમતિ વગર અને યોગ્ય વળતર આપ્યા વિના ખાનગી કંપનીઓ દ્વારા વીજ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે.

  • દેવા માફી: ખેડૂતો પરનું દેવું સંપૂર્ણ માફ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

  • MSP (ટેકાના ભાવ): પાક માટે પૂરેપૂરું અને ગેરંટીયુક્ત ટેકાના ભાવ મળે તે માટે કાયદાકીય જોગવાઈ કરવાની માંગ છે. (તાજેતરમાં બાજરી, મકાઈ અને જુવાર જેવા પાકોની ખરીદીમાં ઘટાડો કરવાના સરકારી નિર્ણય સામે પણ ખેડૂતોમાં રોષ છે).

  • જમીન સંપાદન: જમીન અધિગ્રહણના મામલે ખેડૂતોને વિશ્વાસમાં લેવા અને તેમને યોગ્ય વળતર તથા ન્યાય આપવાની માંગ છે.

  • અન્ય મુદ્દાઓ: ખેતી માટે મફત કે સસ્તી વીજળી, નકલી બિયારણ અને ખાતરની સમસ્યાનો ઉકેલ, પાક વીમા યોજનામાં સુધારો અને સિંચાઈ માટે પૂરતું પાણી.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.