વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નિકોલ-વિરાટનગરમાં વૃક્ષારોપણ, જગદીશ વિશ્વકર્માનો પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો



વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નિકોલ-વિરાટનગરમાં વૃક્ષારોપણ, જગદીશ વિશ્વકર્માનો પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો



અમદાવાદ: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમદાવાદના નિકોલ અને વિરાટનગર વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક નાગરિકો તેમજ કાર્યકર્તાઓ સાથે મળી વૃક્ષારોપણ કર્યું હતું.
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા. વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ પણ વધુમાં વધુ વૃક્ષો વાવી તેના જતનનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે પર્યાવરણનું જતન માત્ર એક દિવસની ઉજવણી પૂરતું મર્યાદિત ન રહેવું જોઈએ. પર્યાવરણની જાળવણી દરેક વ્યક્તિની દૈનિક જવાબદારી છે અને તેને જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવવાની જરૂર છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પૃથ્વીને હરિયાળી અને પ્રદૂષણમુક્ત રાખવા માટે સૌએ મળીને પ્રયાસ કરવા પડશે. વૃક્ષોનું વાવેતર અને તેનું સંરક્ષણ એ આવનારી પેઢીઓને સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ આપવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ જાગૃતિ અંગે વિવિધ સંદેશો આપવામાં આવ્યા હતા અને લોકોને વધુમાં વ




