Get News Alerts

Never miss breaking news updates.

ઇરાને ભારતને આપી મોટી ભેટ, જાણો ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ અંગે કરી મોટી જાહેરાત

Iran Israel War: પશ્ચિમ એશિયામાં યુદ્ધ વચ્ચે દુનિયાના તમામ દેશોમાં ગેસ-તેલનું સંકટ વધી રહ્યું છે. ત્યારે સૌથી મોટી પરેશાની હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે ઊભી થઈ છે. ભારતના તેલ-ગેસના જહાજ પણ ત્યાં જ ફસાયેલા છે. સરકારે આ મામલે અપડેટ પણ આપી હતી. હવે ઇરાન તરફથી મોટી ખુશખબર સામે આવી છે. આ પહેલાં ઇરાને સંયુક્ત રાષ્ટ્રને મોકલેલા સંદેશામાં પણ હોર્મુઝ સ્ટ્રેટમાંથી સિમિત આવનજાવનને પરમિશન આપશે તેવી વાત કરી હતી.
Admin
AdminUpdated on: 26 Mar 2026 01:58 PM IST
ઇરાને ભારતને આપી મોટી ભેટ, જાણો ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ અંગે કરી મોટી જાહેરાતઇરાને ભારતને આપી મોટી ભેટ, જાણો ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ અંગે કરી મોટી જાહેરાત

Iran Israel War: પશ્ચિમ એશિયામાં યુદ્ધ વચ્ચે દુનિયાના તમામ દેશોમાં ગેસ-તેલનું સંકટ વધી રહ્યું છે. ત્યારે સૌથી મોટી પરેશાની હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે ઊભી થઈ છે. ભારતના તેલ-ગેસના જહાજ પણ ત્યાં જ ફસાયેલા છે. સરકારે આ મામલે અપડેટ પણ આપી હતી. હવે ઇરાન તરફથી મોટી ખુશખબર સામે આવી છે. આ પહેલાં ઇરાને સંયુક્ત રાષ્ટ્રને મોકલેલા સંદેશામાં પણ હોર્મુઝ સ્ટ્રેટમાંથી સિમિત આવનજાવનને પરમિશન આપશે તેવી વાત કરી હતી.

હવે ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યુ છે કે, રણનૈતિક રીતે જરૂરી હોર્મુઝ સંપૂર્ણ રીતે બંધ નથી અને ભારત સહિત પાંચ મિત્ર દેશોના જહાજને સુરક્ષિત પરિવહનની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. જેને કારણે ભારતીય ઝંડાવાળા ઓઇલ-ગેસના જહાજ ભારત આવશે અને તેલ-ગેસની અછત પૂરી થશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

ભારત સિવાય આ દેશોને પણ રાહત
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધમાં મિડલ ઇસ્ટમાં ભારે તણાવભરી સ્થિતિ જોવા મળી છે. આ દરમિયાન ભારત માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઇરાને પાંચ દેશોના જહાજને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પરિવહન માટે પરવાનગી આપી છે. વિદેશમંત્રી અબ્બાસ અઘરાચીએ તેની જાહેરાત કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, ભારત, ચીન, રશિયા, ઇરાક અને પાકિસ્તાનના જહાજોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જવા દેવામાં આવશે. અઘરાચીએ જણાવ્યુ હતુ કે, આ મિત્ર દેશોએ તેમનો સંપર્ક કરીને સુરક્ષિત સમુદ્રી રૂટની માગ કરી હતી.

ઇરાની વિદેશમંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, હોર્મુઝ સ્ટ્રેટ માત્ર દુશ્મન દેશો અને તેમના સહયોગીઓ માટે જ બંધ છે. અમે યુદ્ધ કરીએ છીએ એટલે દુશ્મન દેશો અને તેમના સહયોગી દેશોના જહાજોને જવા દેવાનો કોઈ મતલબ જ નથી. અઘરાચીએ વધુ એકવાર સ્પષ્ટતા કરતા જણાવ્યુ હતુ કે, અમેરિકા સાથે કોઈપણ પ્રકારની ઔપચારિક વાત નથી થઈ રહી. બેકચેનલ કે મધ્યસ્થીના માધ્યમોથી મેસેજ મોકલવોએ ઔપચારિક કૂટનીતિ નથી.

AUTHOR
Admin

Admin

Author details are not available.