સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: આર્ટ ઑફ લિવિંગને યમુના પૂરક્ષેત્ર નુકસાનના આરોપોમાંથી રાહત



Art of Living Yamuna Floodplain Case
સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: આર્ટ ઑફ લિવિંગને યમુના પૂરક્ષેત્ર નુકસાનના આરોપોમાંથી રાહત



Art of Living Yamuna Floodplain Case
Art of Living Yamuna Floodplain Case: યમુના પૂરક્ષેત્રમાં પર્યાવરણીય નુકસાનના આરોપોને લઈને છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ભારતના સર્વોચ્ચ ન્યાયાલના એક મહત્ત્વપૂર્ણ અને નિર્ણાયક ચુકાદા સાથે આર્ટ ઑફ લિવિંગના પ્રતિષ્ઠિત 2016 વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલને લઈને લગભગ એક દાયકાથી ચાલી રહેલા મીડિયા ટ્રાયલ અને આધારવિહોણા આરોપોનો અંત આવ્યો છે. અદાલતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના અગાઉના નિર્ણયને રદ કરતાં તેની સાથે સંબંધિત તમામ પરિણામી વચગાળાની કાર્યવાહી પણ સમાપ્ત કરી દીધી છે.
ચુકાદાનું સૌથી મહત્ત્વપૂર્ણ પાસું એ છે કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે રેકોર્ડ પર ઉપલબ્ધ પુરાવાઓ પરથી એ સાબિત થાય છે કે આર્ટ ઑફ લિવિંગ દ્વારા આયોજિત વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલથી યમુનાના પૂરક્ષેત્રને કોઈપણ પ્રકારનું પર્યાવરણીય નુકસાન થયું નહોતું. સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે આર્ટ ઑફ લિવિંગ દ્વારા જમા કરવામાં આવેલી રૂપિયા ૫ કરોડની રકમ તેને સંપૂર્ણપણે પરત કરવામાં આવવી જોઈએ. આ રકમને અયોગ્ય રીતે ‘દંડ’ તરીકે પ્રચારિત કરવામાં આવી હતી, જેનો હેતુ સંસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો હતો.
2016નો વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલ એક ઐતિહાસિક વૈશ્વિક કાર્યક્રમ હતો, જેમાં 155થી વધુ દેશોની ભાગીદારી રહી હતી અને આશરે ૩૫ લાખ લોકો તેમાં પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત રહ્યા હતા. આ વિશાળ આયોજનની અધ્યક્ષતા ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ આર. સી. લાહોટીએ કરી હતી. સંયુક્ત રાષ્ટ્રના છઠ્ઠા મહાસચિવ સ્વર્ગસ્થ ડૉ. બૂતરસ બૂતરસ-ઘાલી પણ આ કાર્યક્રમના સહ-અધ્યક્ષ બનવાના હતા, પરંતુ દુર્ભાગ્યવશ કાર્યક્રમના એક મહિના અગાઉ જ તેમનું અવસાન થયું હતું.
સર્વોચ્ચ ન્યાયાલયના આ નિર્ણય બાદ આર્ટ ઑફ લિવિંગના સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “પર્યાવરણના રક્ષણ માટે કાર્યરત સંસ્થા પર ખોટા આરોપો મૂકીને તેને બદનામ કરવાનો કેટલાક સ્વાર્થસાધુ તત્ત્વોનો હાસ્યાસ્પદ અભિગમ હવે ખુલ્લો પડી ગયો છે.”

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



