2017 પહેલા યુપીમાં રોજગાર અને રોકાણની સ્થિતિ ખરાબ હતી, આજે સ્કિલ ડેવલપમેન્ટથી વિકાસનું એન્જિન બન્યું: CM યોગી

લખનૌ: વિશ્વ યુવા કૌશલ્ય દિવસ-2026ના અવસરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના યુવાનોને સંબોધતા જણાવ્યું કે કોઈપણ રાજ્યનું ભવિષ્ય ત્યારે જ ઉજ્જવળ બની શકે, જ્યારે યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગારીની સમાન તકો મળે. તેમણે જણાવ્યું કે ઉત્તર પ્રદેશ આજે પોતાની વિશાળ યુવા શક્તિને અર્થતંત્રના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તૈયાર કરી રહ્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વર્ષ 2017...
Rupin Bakraniya
Rupin Bakraniya
2017 પહેલા યુપીમાં રોજગાર અને રોકાણની સ્થિતિ ખરાબ હતી, આજે સ્કિલ ડેવલપમેન્ટથી વિકાસનું એન્જિન બન્યું: CM યોગી2017 પહેલા યુપીમાં રોજગાર અને રોકાણની સ્થિતિ ખરાબ હતી, આજે સ્કિલ ડેવલપમેન્ટથી વિકાસનું એન્જિન બન્યું: CM યોગી

લખનૌ: વિશ્વ યુવા કૌશલ્ય દિવસ-2026ના અવસરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના યુવાનોને સંબોધતા જણાવ્યું કે કોઈપણ રાજ્યનું ભવિષ્ય ત્યારે જ ઉજ્જવળ બની શકે, જ્યારે યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગારીની સમાન તકો મળે. તેમણે જણાવ્યું કે ઉત્તર પ્રદેશ આજે પોતાની વિશાળ યુવા શક્તિને અર્થતંત્રના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તૈયાર કરી રહ્યો છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે વર્ષ 2017 પહેલાં રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા નબળી હતી, કૌશલ્ય વિકાસ માટે અસરકારક વ્યવસ્થા નહોતી અને રોજગારની તકો પણ મર્યાદિત હતી. તેમણે આક્ષેપ કર્યો કે સરકારી ભરતી પ્રક્રિયાઓમાં પારદર્શિતાનો અભાવ હતો, જેના કારણે યુવાનોના ભવિષ્ય પર અસર પડી હતી. યોગી આદિત્યનાથે કહ્યું કે આજે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનતાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. પરિણામે મોટા ઉદ્યોગો અને એમએસએમઈ ક્ષેત્રમાં રોકાણ વધ્યું છે, જેનાથી રોજગારીની નવી તકો સર્જાઈ રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે બનારસી સાડી આજે વૈશ્વિક ઓળખ બનાવી રહી છે, જ્યારે અગાઉ બનારસની અલગ જ છબી હતી. આઝમગઢ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં પણ વિકાસ અને સુરક્ષાનું નવું વાતાવરણ ઊભું થયું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને કૌશલ્ય, રોજગાર અને સન્માનજનક જીવન માટે જરૂરી તકો ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી ઉત્તર પ્રદેશ દેશની સૌથી મોટી આર્થિક શક્તિ તરીકે ઉભરી શકે.