Get News Alerts

Never miss breaking news updates.

શુભેન્દુ સરકારની મોટી જાહેરાત: બંગાળ સરકારી કર્મચારીઓના ડીએમાં 20%નો વધારો

West Bengal Budget 2026: પશ્ચિમ બંગાળની શુભેન્દુ સરકાર દ્વારા વિધાનસભામાં પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં સરકારી કર્મચારીઓ, યુવાનો અને રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. નાણામંત્રી સ્વપન દાસગુપ્તાએ બજેટ રજૂ કરતાં જણાવ્યું કે સરકારનું લક્ષ્ય “વિકસિત ભારત અને વિકસિત બંગાળ”નું નિર્માણ કરવાનું છે. બજેટમાં સૌથી મોટી જાહેરાત તરીકે રાજ્યના સરકારી કર્મચારીઓને 20 ટકા DA (મોંઘવારી...
R Gajjar
R GajjarUpdated on: 22 Jun 2026 01:27 PM IST
શુભેન્દુ સરકારની મોટી જાહેરાત: બંગાળ સરકારી કર્મચારીઓના ડીએમાં 20%નો વધારોશુભેન્દુ સરકારની મોટી જાહેરાત: બંગાળ સરકારી કર્મચારીઓના ડીએમાં 20%નો વધારો

West Bengal Budget 2026:  પશ્ચિમ બંગાળની શુભેન્દુ સરકાર દ્વારા વિધાનસભામાં પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં સરકારી કર્મચારીઓ, યુવાનો અને રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. નાણામંત્રી સ્વપન દાસગુપ્તાએ બજેટ રજૂ કરતાં જણાવ્યું કે સરકારનું લક્ષ્ય “વિકસિત ભારત અને વિકસિત બંગાળ”નું નિર્માણ કરવાનું છે. બજેટમાં સૌથી મોટી જાહેરાત તરીકે રાજ્યના સરકારી કર્મચારીઓને 20 ટકા DA (મોંઘવારી ભથ્થું) વધારો આપવામાં આવ્યો છે. સાથે જ યુવાનો માટે 1 લાખ નવી નોકરીઓની જાહેરાત કરવામાં આવી છે, જેમાંથી 33 ટકા જગ્યાઓ મહિલાઓ માટે અનામત રહેશે.

સરકારે રાજ્યના હવાઈ માળખાને મજબૂત બનાવવા માટે હાસીમારા એર ફોર્સ સ્ટેશનને 25 એકર અને કાલાઈકુંડા એર ફોર્સ સ્ટેશનને 37 એકર જમીન ફાળવવાની જાહેરાત કરી છે. ઉપરાંત, કલ્યાણી નજીક નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે 1000થી 1500 એકર જમીન ઓળખવામાં આવશે. પુરુલિયા, માલદા અને બાલુરઘાટમાં નવા એરપોર્ટ તેમજ કૂચબિહાર એરપોર્ટના વિકાસની યોજના પણ જાહેર કરવામાં આવી છે.

બજેટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હાલની તમામ સામાજિક કલ્યાણ યોજનાઓ યથાવત ચાલુ રહેશે. સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે સમગ્ર રાજ્યમાં ‘ડાયલ 112’ ઇમરજન્સી સેવા શરૂ કરવામાં આવશે. ટેક્નોલોજી ક્ષેત્રે વિકાસ માટે પશ્ચિમ બંગાળ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર વિશેષ ધ્યાન આપશે. રાજ્યમાં ડિજિટલ લૅન્ડ રેકોર્ડ સિસ્ટમ અને ઓનલાઈન પરીક્ષા માટે આધુનિક ડિજિટલ માળખું ઉભું કરવામાં આવશે. સ્થાનિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે MLA ફંડ 70 લાખ રૂપિયાથી વધારીને 1 કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે. ઉપરાંત કોલકાતામાં નવું સાંસ્કૃતિક શિક્ષણ કેન્દ્ર શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com