ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, બળવાખોર સાંસદો શિંદે જૂથમાં જોડાશે, લોકસભા અધ્યક્ષે આપી મંજૂરી

Uddhav Thackeray Rebel MPs Join Shinde: મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર મોટો રાજકીય વળાંક આવ્યો છે. શિવસેના (UBT)ના 6 બાગી સાંસદોના એકનાથ શિંદે જૂથમાં વિલયને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મંજૂરી આપી છે. આ નિર્ણય બાદ લોકસભામાં શિંદે જૂથની સંખ્યા વધીને 13 સાંસદો થઈ ગઈ છે. લોકસભા સચિવાલય તરફથી મંજૂરી મળતાં બાગી સાંસદોના શિંદે જૂથમાં જોડાવાનો માર્ગ સત્તાવાર રીતે ખુલ્લો થઈ ગયો...
Rupin Bakraniya
Rupin Bakraniya
ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, બળવાખોર સાંસદો શિંદે જૂથમાં જોડાશે, લોકસભા અધ્યક્ષે આપી મંજૂરીઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, બળવાખોર સાંસદો શિંદે જૂથમાં જોડાશે, લોકસભા અધ્યક્ષે આપી મંજૂરી

Uddhav Thackeray Rebel MPs Join Shinde: મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એકવાર મોટો રાજકીય વળાંક આવ્યો છે. શિવસેના (UBT)ના 6 બાગી સાંસદોના એકનાથ શિંદે જૂથમાં વિલયને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મંજૂરી આપી છે. આ નિર્ણય બાદ લોકસભામાં શિંદે જૂથની સંખ્યા વધીને 13 સાંસદો થઈ ગઈ છે. લોકસભા સચિવાલય તરફથી મંજૂરી મળતાં બાગી સાંસદોના શિંદે જૂથમાં જોડાવાનો માર્ગ સત્તાવાર રીતે ખુલ્લો થઈ ગયો છે. ઉદ્ધવ ઠાકરેએ આ વિલયનો વિરોધ કર્યો હતો, પરંતુ હવે સ્પીકરના નિર્ણય બાદ શિંદે જૂથને મોટો રાજકીય લાભ મળ્યો છે.

શિંદે જૂથમાં જોડાયેલા 6 સાંસદો
લોકસભા સ્પીકરની મંજૂરી બાદ શિંદે જૂથમાં સામેલ થયેલા સાંસદોના નામ આ મુજબ છે:

  • સંજય જાધવ (પરભણી)
  • સંજય દીના પાટીલ (મુંબઈ ઉત્તર-પૂર્વ)
  • ઓમરાજ નિંબાલકર (ધારાશિવ/ઉસ્માનાબાદ)
  • નાગેશ પાટીલ અષ્ટીકાર (હિંગોલી)
  • સંજય ઉત્તમરાવ દેશમુખ (યવતમાલ-વાશિમ)
  • ભાઉસાહેબ વાકચૌરે (શિરડી)

આ નિર્ણયથી મહારાષ્ટ્રની રાજકીય સમીકરણોમાં વધુ ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મમતા બેનર્જીને પણ ફટકો
આ સાથે જ લોકસભા સ્પીકરે તૃણમૂલ કોંગ્રેસ છોડીને NCPIમાં જોડાયેલા 20 સાંસદોને લોકસભામાં અલગ જૂથ તરીકે બેસવાની મંજૂરી પણ આપી છે. આ નિર્ણયને પશ્ચિમ બંગાળના રાજકારણમાં મમતા બેનર્જી માટે પણ મોટો રાજકીય ફટકો માનવામાં આવી રહ્યો છે.