8 વર્ષ બાદ ભારત આવી ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ, અક્ષરધામ અને તાજમહેલથી થઈ પ્રભાવિત



8 વર્ષ બાદ ભારત આવી ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ, અક્ષરધામ અને તાજમહેલથી થઈ પ્રભાવિત



નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpની પુત્રી Tiffany Trump લગભગ આઠ વર્ષ બાદ ફરી એકવાર ભારતના પ્રવાસે આવી છે. તેમના આગમનને લઈને દેશ-વિદેશમાં ચર્ચા ચાલી રહી છે. ટિફની તેમના પતિ Michael Boulos સાથે ભારત પહોંચી છે અને તેમના પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ભારત પહોંચ્યા બાદ ટિફની ટ્રમ્પે દિલ્હીમાં આવેલા Swaminarayan Akshardhamની મુલાકાત લીધી હતી. મંદિરના ભવ્ય સ્થાપત્ય, સાંસ્કૃતિક વારસા અને આધ્યાત્મિક વાતાવરણથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની મુલાકાતને યાદગાર અને અદ્ભુત અનુભવ ગણાવી હતી.
ત્યારબાદ ટિફની ટ્રમ્પ આગ્રા પહોંચી હતી, જ્યાં તેમણે વિશ્વવિખ્યાત Taj Mahalની મુલાકાત લીધી હતી. તેમણે સ્મારક પર લગભગ દોઢ કલાક વિતાવ્યો અને તેની ભવ્યતા તેમજ ઐતિહાસિક મહત્વને નજીકથી નિહાળ્યું. તાજમહેલની મુલાકાત બાદ તેઓ આગ્રાના ખેરિયા એરપોર્ટથી રાજસ્થાનના Jaisalmer માટે રવાના થયા હતા. જોકે, તેમના જેસલમેર પ્રવાસના વિગતવાર કાર્યક્રમ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
ટિફની ટ્રમ્પે મંદિર-મુલાકાતની અનુભૂતિને વિઝિટર-બુકમાં અભિવ્યક્ત કરતાં લખ્યું, "આ મુલાકાત અત્યંત અદ્ભુત રહી. અહીંની સુંદરતા અલૌકિક છે. આટલી સુંદર અને સ્મરણીય મુલાકાત બદલ આભાર!" મુલાકાત બાદ ટિફની ટ્રમ્પે સોશ્યલ મીડિયા પર પણ અક્ષરધામની આ અનુભૂતિને "અવિસ્મરણીય" ગણાવી હતી અને આ સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરના દર્શન પ્રત્યે ઊંડો અહોભાવ વ્યક્ત કર્યો હતો.

ભારતમાં અમેરિકાના રાજદૂત Sergio Gorએ પણ સોશિયલ મીડિયા પર ટિફની ટ્રમ્પ અને માઈકલ બોલોસનું સ્વાગત કર્યું હતું. તેમની પોસ્ટમાં ભારતની મુલાકાત બદલ ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. આ ટિફની ટ્રમ્પની ભારતની પ્રથમ મુલાકાત નથી. તેઓ અગાઉ વર્ષ 2018માં પણ ભારત આવ્યા હતા. તે સમયે તેઓ તેમના પિતા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દિલ્હી અને આગ્રાની મુલાકાતે આવ્યા હતા. ત્યારબાદ ફેબ્રુઆરી 2020માં ડોનાલ્ડ ટ્રમ્પ અને Melania Trumpએ પણ ભારતની મુલાકાત દરમિયાન તાજમહેલની મુલાકાત લીધી હતી.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



