SCO સમિટ 2027 માટે ભારતને આમંત્રણ આપશે પાકિસ્તાન, શું PM મોદી ઈસ્લામાબાદ જશે?

SCO Summit 2027 Pakistan: વર્ષ 2027માં પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટને લઈને રાજદ્વારી ચર્ચાઓ તેજ બની છે. પાકિસ્તાને સત્તાવાર રીતે સંકેત આપ્યા છે કે SCOના તમામ સભ્ય દેશોને સમિટ માટે આમંત્રણ મોકલવામાં આવશે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અન્દ્રાબીએ મીડિયા બ્રિફિંગ દરમિયાન જણાવ્યું હતું કે SCOની પરંપરા અને પ્રોટોકોલ મુજબ...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

SCO Summit 2027 Pakistan: વર્ષ 2027માં પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટને લઈને રાજદ્વારી ચર્ચાઓ તેજ બની છે. પાકિસ્તાને સત્તાવાર રીતે સંકેત આપ્યા છે કે SCOના તમામ સભ્ય દેશોને સમિટ માટે આમંત્રણ મોકલવામાં આવશે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અન્દ્રાબીએ મીડિયા બ્રિફિંગ દરમિયાન જણાવ્યું હતું કે SCOની પરંપરા અને પ્રોટોકોલ મુજબ યજમાન દેશ તરીકે તમામ સભ્ય દેશોના રાષ્ટ્રપ્રમુખો અને સરકારના વડાઓને આમંત્રણ આપવું ફરજિયાત છે.

શું PM મોદી પાકિસ્તાન જશે?
પાકિસ્તાનના આમંત્રણના સંકેતો વચ્ચે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2027ની SCO સમિટમાં ભાગ લેવા ઇસ્લામાબાદ જશે કે નહીં. હાલમાં ભારત સરકાર તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, જેના કારણે આ મુદ્દે સસ્પેન્સ યથાવત છે.

જયશંકર-પાકિસ્તાન બેઠક અંગે પણ સ્પષ્ટતા
મીડિયા દ્વારા પૂછાયેલા સવાલના જવાબમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ASEAN બેઠક દરમિયાન ભારતના વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર અને પાકિસ્તાનના વિદેશમંત્રી વચ્ચે સંભવિત મુલાકાત અંગે ભારત તરફથી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.

શું છે SCO?
શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની સ્થાપના 15 જૂન, 2001ના રોજ ચીનની રાજધાની બેઇજિંગમાં થઈ હતી. સંગઠનનો મુખ્ય હેતુ સભ્ય દેશો વચ્ચે શાંતિ, સુરક્ષા, સ્થિરતા અને આર્થિક સહકારને પ્રોત્સાહન આપવાનો છે. SCOમાં ભારત, પાકિસ્તાન, ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ઈરાન અને બેલારુસ સહિતના દેશો સભ્ય છે. દર વર્ષે અલગ-અલગ સભ્ય દેશ સમિટનું આયોજન કરે છે.

પાકિસ્તાન માટે મહત્વની સમિટ
2027માં પાકિસ્તાન યજમાન દેશ તરીકે SCO સમિટનું આયોજન કરશે. આવી સ્થિતિમાં ભારત સહિત તમામ સભ્ય દેશોને સત્તાવાર આમંત્રણ મોકલવાનું પાકિસ્તાન માટે પ્રોટોકોલનો ભાગ છે. હવે સૌની નજર ભારત સરકારના આગામી નિર્ણય પર રહેશે.