'સમુદ્ર મંથન' યોજનાને કેબિનેટની મંજૂરી, ₹84,084 કરોડથી ભારતની ઓફશોર ઊર્જા ક્ષમતામાં થશે મોટો વધારો

Samudra Manthan Scheme: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં **'સમુદ્ર મંથન' (નેશનલ ઓફશોર એક્સપ્લોરેશન સ્કીમ)**ને મંજૂરી આપવામાં આવી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયની આ મહત્ત્વાકાંક્ષી યોજના માટે વર્ષ 2030-31 સુધી કુલ ₹84,084 કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી છે. સરકારના જણાવ્યા મુજબ, આ યોજના દેશની ઊર્જા સુરક્ષા મજબૂત બનાવશે, સ્થાનિક તેલ અને ગેસ ઉત્પાદન વધારશે અને આધુનિક ટેક્નોલોજી...
Rupin Bakraniya
Rupin Bakraniya
'સમુદ્ર મંથન' યોજનાને કેબિનેટની મંજૂરી, ₹84,084 કરોડથી ભારતની ઓફશોર ઊર્જા ક્ષમતામાં થશે મોટો વધારો'સમુદ્ર મંથન' યોજનાને કેબિનેટની મંજૂરી, ₹84,084 કરોડથી ભારતની ઓફશોર ઊર્જા ક્ષમતામાં થશે મોટો વધારો

Samudra Manthan Scheme: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં **'સમુદ્ર મંથન' (નેશનલ ઓફશોર એક્સપ્લોરેશન સ્કીમ)**ને મંજૂરી આપવામાં આવી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયની આ મહત્ત્વાકાંક્ષી યોજના માટે વર્ષ 2030-31 સુધી કુલ ₹84,084 કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી છે. સરકારના જણાવ્યા મુજબ, આ યોજના દેશની ઊર્જા સુરક્ષા મજબૂત બનાવશે, સ્થાનિક તેલ અને ગેસ ઉત્પાદન વધારશે અને આધુનિક ટેક્નોલોજી દ્વારા ઓફશોર ઊર્જા ક્ષેત્રને નવી દિશા આપશે. આ યોજના 'વિકસિત ભારત'ના લક્ષ્યને પણ વધુ ગતિ આપશે.

'સમુદ્ર મંથન' યોજના હેઠળ દરિયાઈ વિસ્તારોમાં તેલ અને ગેસના નવા ભંડારોની શોધ, ડીપ અને અલ્ટ્રા-ડીપ સમુદ્રમાં ડ્રિલિંગ, ઉચ્ચ ગુણવત્તાના સિસ્મિક ડેટાનું વિશ્લેષણ, ઓફશોર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ તેમજ ઓઈલ-ગેસ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ ઝોનની સ્થાપના કરવામાં આવશે. સરકારનું અનુમાન છે કે આ યોજના હેઠળ 600 મિલિયન મેટ્રિક ટન ઓઈલ ઇક્વિવેલેન્ટ (MMTOE)થી વધુ નવા તેલ અને ગેસના ભંડારોની શોધ શક્ય બનશે. જેના કારણે દેશમાં સ્થાનિક ઉત્પાદન વધશે અને આયાત પરની નિર્ભરતા ઘટશે.

આ યોજના દ્વારા 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' અભિયાનને પણ મજબૂતી મળશે. સાથે જ ઓફશોર ઊર્જા ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં રોકાણ, નવી ટેક્નોલોજી અને રોજગારની નવી તકો ઊભી થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. સરકારે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઓફશોર ક્ષેત્રમાં અનેક સુધારા કરવામાં આવ્યા છે. હવે 'સમુદ્ર મંથન' યોજના દ્વારા ભારત વૈશ્વિક સ્તરે ઓફશોર તેલ અને ગેસ ક્ષેત્રમાં વધુ સ્પર્ધાત્મક બનશે.