PM મોદી 17 સપ્ટેમ્બરે Semicon India 2026નું ઉદ્ઘાટન કરશે, ભારત બનશે સેમીકન્ડક્ટર હબ!

Semicon India 2026: ભારતના સેમીકન્ડક્ટર ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં Semicon India 2026ના પાંચમા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસ ચાલનારી આ કોન્ફરન્સ અને એક્ઝિબિશન 17થી 19 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. 'Silicon to Systems' થીમ સાથે યોજાશે કાર્યક્રમ Semicon India 2026ની આ વર્ષની થીમ 'Silicon to Systems: Building the Ecosystem' રાખવામાં આવી...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

Semicon India 2026: ભારતના સેમીકન્ડક્ટર ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં Semicon India 2026ના પાંચમા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસ ચાલનારી આ કોન્ફરન્સ અને એક્ઝિબિશન 17થી 19 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.

'Silicon to Systems' થીમ સાથે યોજાશે કાર્યક્રમ
Semicon India 2026ની આ વર્ષની થીમ 'Silicon to Systems: Building the Ecosystem' રાખવામાં આવી છે. કાર્યક્રમનું આયોજન ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળના India Semiconductor Mission (ISM) અને વૈશ્વિક ઇન્ડસ્ટ્રી એસોસિએશન SEMI દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં સેમીકન્ડક્ટર ક્ષેત્ર સાથે જોડાયેલા વૈશ્વિક ઉદ્યોગો, નીતિ નિર્માતાઓ, સંશોધકો, શિક્ષણવિદો, સ્ટાર્ટઅપ્સ અને વિદ્યાર્થીઓ એક મંચ પર આવશે. સેમીકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ વેલ્યૂ ચેઇનમાં થઈ રહેલા વિકાસ અને ભવિષ્યની તકો અંગે ચર્ચા કરવામાં આવશે.

ભારતે સેમીકન્ડક્ટર ક્ષેત્રે ઝડપી બનાવી કામગીરી
કેન્દ્ર સરકારે તાજેતરમાં દેશની સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઇન ક્ષમતાને મજબૂત કરવા માટે Semicon 2.0ને મંજૂરી આપી છે. સરકારનું ધ્યાન ભારતમાં મજબૂત અને લાંબા ગાળાનું સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમ વિકસાવવા પર છે મંત્રાલયના જણાવ્યા અનુસાર, સરકાર 332થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને 105 સ્ટાર્ટઅપ્સને એડવાન્સ્ડ ડિઝાઇન ટૂલ્સ ઉપલબ્ધ કરાવી રહી છે. આ ઉપરાંત Design Linked Incentive (DLI) યોજના હેઠળ 24 સ્ટાર્ટઅપ્સને પણ મંજૂરી આપવામાં આવી છે.

Semicon 1.0 હેઠળ 12 પ્રોજેક્ટ્સને મંજૂરી
Semicon India Programme અંતર્ગત દેશમાં સ્થાનિક સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમ ઊભું કરવા માટે Semicon 1.0 હેઠળ કુલ 12 પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના સચિવ એસ. કૃષ્ણનના જણાવ્યા અનુસાર, આ 12માંથી ત્રણ પ્રોજેક્ટ્સમાં વ્યાવસાયિક ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે. તેમણે જણાવ્યું કે છ મુખ્ય સ્તંભો સાથે Semicon 2.0ની જાહેરાત ભારતના મજબૂત અને ટકાઉ સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમ બનાવવાના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે.

40થી વધુ દેશોના પ્રતિનિધિઓ થશે સામેલ
Semicon India 2026માં વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં કંપનીઓ અને પ્રતિનિધિઓ ભાગ લે તેવી અપેક્ષા છે. આયોજકોના જણાવ્યા મુજબ, પ્રદર્શનમાં 500થી વધુ એક્ઝિબિટર્સ ભાગ લઈ શકે છે, જેમાં 240થી વધુ આંતરરાષ્ટ્રીય કંપનીઓનો સમાવેશ થશે. આ ઉપરાંત 40થી વધુ દેશોના પ્રતિનિધિમંડળો પણ કાર્યક્રમમાં હાજરી આપશે. છ દેશોના પેવેલિયન અને 10 રાજ્ય સરકારોના પેવેલિયન પણ આ એક્ઝિબિશનનો ભાગ બનશે.

સ્ટાર્ટઅપ અને વિદ્યાર્થીઓ માટે પણ વિશેષ આયોજન
કાર્યક્રમમાં માત્ર ઉદ્યોગો અને સરકાર વચ્ચેની ચર્ચા જ નહીં, પરંતુ નવી ટેક્નોલોજી અને યુવા પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે પણ વિવિધ કાર્યક્રમો યોજાશે. આ અંતર્ગત સ્ટાર્ટઅપ પેવેલિયન, ઇનોવેશન શોકેસ, સ્ટાર્ટઅપ પિચ કોમ્પિટિશન, સ્ટુડન્ટ હેકાથોન અને વર્કફોર્સ ડેવલપમેન્ટ પેવેલિયનનું આયોજન કરવામાં આવશે.

વૈશ્વિક સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં ભારતની ભૂમિકા વધારવાનો પ્રયાસ
SEMIના પ્રમુખ અને CEO અજિત મનોચાના જણાવ્યા અનુસાર, ભારત પાસે પ્રતિભાશાળી માનવબળ, નીતિ આધાર અને લાંબા ગાળાનું વિઝન હોવાથી વૈશ્વિક સેમીકન્ડક્ટર ઉદ્યોગમાં પોતાની ભૂમિકા વધુ મજબૂત કરવાની સારી તક છે. Semicon India 2026ને ભારતની સેમીકન્ડક્ટર યાત્રાના મહત્વપૂર્ણ તબક્કા તરીકે જોવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ દ્વારા સરકાર, ઉદ્યોગ, રોકાણકારો, સંશોધકો અને સ્ટાર્ટઅપ્સ વચ્ચે સહયોગ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે.