₹18 હજાર કરોડની ભેટ! રોકાણથી રોજગાર સર્જાય છે: પીએમ મોદી

PM Modi Alluri Sitarama Raju Airport: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે આંધ્ર પ્રદેશના ભોગાપુરમ ખાતે નવા અલ્લૂરી સીતારામ રાજૂ એરપોર્ટનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે આશરે ₹18 હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યો. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું કે આંધ્ર પ્રદેશ આજે ઝડપી વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યો છે અને કેન્દ્ર સરકારનું લક્ષ્ય રોકાણ દ્વારા રોજગારીની નવી...
Rupin Bakraniya
Rupin Bakraniya
₹18 હજાર કરોડની ભેટ! રોકાણથી રોજગાર સર્જાય છે: પીએમ મોદી₹18 હજાર કરોડની ભેટ! રોકાણથી રોજગાર સર્જાય છે: પીએમ મોદી

PM Modi Alluri Sitarama Raju Airport: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે આંધ્ર પ્રદેશના ભોગાપુરમ ખાતે નવા અલ્લૂરી સીતારામ રાજૂ એરપોર્ટનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે આશરે ₹18 હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યો. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું કે આંધ્ર પ્રદેશ આજે ઝડપી વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યો છે અને કેન્દ્ર સરકારનું લક્ષ્ય રોકાણ દ્વારા રોજગારીની નવી તકો ઊભી કરવાનું છે.

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે આ એરપોર્ટ માત્ર હવાઈ મુસાફરીની સુવિધા પૂરતું સીમિત નથી, પરંતુ ઉત્તર આંધ્રના વિકાસ માટે એક નવું પ્રવેશદ્વાર સાબિત થશે. તેમણે કહ્યું કે એરપોર્ટ યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે "લૉન્ચપેડ" તરીકે કામ કરશે. મોદીએ કહ્યું કે અગાઉ એરપોર્ટોના નામ એક જ પરિવાર સુધી મર્યાદિત રહેતા હતા, પરંતુ એનડીએ સરકારે આ પરંપરા બદલી છે. અયોધ્યામાં મહર્ષિ વાલ્મીકી અને પંજાબમાં સંત રવિદાસજીના નામે એરપોર્ટ બાદ હવે નવા એરપોર્ટને શ્રી અલ્લૂરી સીતારામ રાજૂના નામે સમર્પિત કરવામાં આવ્યો છે.

તેમણે આંધ્ર પ્રદેશમાં ડબલ એન્જિન સરકારના વિકાસ કાર્યોની પ્રશંસા કરતાં જણાવ્યું કે રાજ્યમાં એરપોર્ટ, રેલવે, હાઇવે, બંદરો અને ઊર્જા ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં રોકાણ થઈ રહ્યું છે. વિશાખાપટ્ટનમમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ, નવા પોર્ટ્સ અને આધુનિક પરિવહન સુવિધાઓ રાજ્યને ઔદ્યોગિક શક્તિ તરીકે વધુ મજબૂત બનાવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં દેશમાં કાર્યરત એરપોર્ટોની સંખ્યા 74થી વધીને 166 થઈ ગઈ છે. ઉડાન યોજનાના કારણે હવે સામાન્ય અને ગરીબ પરિવારોને પણ હવાઈ મુસાફરી કરવાની તક મળી રહી છે.

બ્લૂ ઇકોનોમી અંગે તેમણે જણાવ્યું કે ભારત સમગ્ર દરિયાકાંઠાને કોસ્ટલ ઇકોનોમિક કોરિડોર તરીકે વિકસાવી રહ્યું છે. વિશાખાપટ્ટનમથી કૃષ્ણાપટ્ટનમ સુધીના બંદરોનું આધુનિકીકરણ તેમજ નવા બંદરોના વિકાસથી વેપાર અને રોજગારીમાં વધારો થશે. પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનના અંતે કહ્યું કે સરકારનો મૂળ મંત્ર "રોકાણથી રોજગાર" છે. તેમણે ઉમેર્યું કે રોકાણ વધવાથી ઉત્પાદન, નિકાસ અને રોજગારીમાં વધારો થાય છે, જેના કારણે લોકોની આવક અને જીવનસ્તર બંનેમાં સુધારો થાય છે.