પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પપ્પુ યાદવ પર ચપ્પલથી હુમલો, સાંસદે લગાવ્યો હત્યાના કાવતરાનો ગંભીર આરોપ

Pappu Yadav Slipper Attack: નવી દિલ્હીમાં પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવના સરકારી નિવાસસ્થાને યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અચાનક હંગામો મચી ગયો હતો. મીડિયા સંબોધન દરમિયાન એક યુવકે કથિત રીતે તેમના પર ચપ્પલ ફેંકતા ઘટનાસ્થળે ભારે અફરાતફરી સર્જાઈ હતી. ત્યારબાદ હાજર સમર્થકોએ આરોપી યુવકને પકડી તેની ધોલાઈ કરી અને બાદમાં પોલીસને સોંપી દીધો હતો. માહિતી મુજબ પપ્પુ યાદવ સંસદમાં પોતાના તાજેતરના...
Rupin Bakraniya
Rupin Bakraniya
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પપ્પુ યાદવ પર ચપ્પલથી હુમલો, સાંસદે લગાવ્યો હત્યાના કાવતરાનો ગંભીર આરોપપ્રેસ કોન્ફરન્સ દરમિયાન પપ્પુ યાદવ પર ચપ્પલથી હુમલો, સાંસદે લગાવ્યો હત્યાના કાવતરાનો ગંભીર આરોપ

Pappu Yadav Slipper Attack: નવી દિલ્હીમાં પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવના સરકારી નિવાસસ્થાને યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અચાનક હંગામો મચી ગયો હતો. મીડિયા સંબોધન દરમિયાન એક યુવકે કથિત રીતે તેમના પર ચપ્પલ ફેંકતા ઘટનાસ્થળે ભારે અફરાતફરી સર્જાઈ હતી. ત્યારબાદ હાજર સમર્થકોએ આરોપી યુવકને પકડી તેની ધોલાઈ કરી અને બાદમાં પોલીસને સોંપી દીધો હતો.

માહિતી મુજબ પપ્પુ યાદવ સંસદમાં પોતાના તાજેતરના વિરોધ પ્રદર્શન અને તેના પર ઊભા થયેલા વિવાદ અંગે મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન કેટલાક લોકોએ તેમને તીખા સવાલો પૂછ્યા હતા. શરૂઆતમાં માત્ર બોલાચાલી થઈ હતી, પરંતુ થોડી જ વારમાં સૂત્રોચ્ચાર શરૂ થતાં બંને પક્ષ વચ્ચે વાતાવરણ ગરમાઈ ગયું હતું.

થોડા જ સમયમાં બંને પક્ષો વચ્ચે ધક્કામુક્કી શરૂ થઈ ગઈ અને પરિસ્થિતિ એટલી બગડી કે ખુરશીઓ પણ ફેંકવામાં આવી હતી. આ દરમિયાન એક યુવકે પપ્પુ યાદવ તરફ ચપ્પલ ફેંકી હોવાનો આરોપ છે.

ઘટના બાદ સમર્થકોએ હુમલાખોરને ઝડપી લીધો અને તેની મારપીટ કરી હતી. બાદમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી આરોપીને કસ્ટડીમાં લઈ ગઈ અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી. ઘટના બાદ પપ્પુ યાદવે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તેમના ઘરમાં ઘુસીને હુમલો કરવામાં આવ્યો હતો અને આ તેમની હત્યાના કાવતરાનો ભાગ હતો. તેમણે દાવો કર્યો કે હુમલાખોરે તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

મીડિયા સાથે વાતચીત દરમિયાન પપ્પુ યાદવે જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી તેમને સતત ધમકીઓ મળી રહી છે અને તેમના પર હુમલો કરવાની ખુલ્લેઆમ વાતો થઈ રહી છે. તેમણે એવો પણ આરોપ મૂક્યો કે હુમલાખોર પાસે ચાકૂ પણ હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પપ્પુ યાદવે સંસદ પરિસરમાં ગેરુઆ વસ્ત્રો પહેરીને રામ મંદિર ચંદા મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા થઈ હતી. આ મુદ્દે પોતાનો પક્ષ સ્પષ્ટ કરવા માટે જ તેમણે પોતાના નિવાસસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જ્યાં આ ઘટના બની.