NEET PG 2026માં 5 મોટા ફેરફાર: એક જ શિફ્ટમાં પરીક્ષા, આધાર વેરિફિકેશન સહિત નવા નિયમો અમલમાં
NEET PG 2026 New Rules: આગામી 30 ઓગસ્ટ, 2026ના રોજ યોજાનારી NEET PG 2026 પરીક્ષા માટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (NBEMS) દ્વારા મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે. NEET UG દરમિયાન સામે આવેલી ગેરરીતિઓને ધ્યાનમાં રાખીને આ વખતે પરીક્ષાને વધુ સુરક્ષિત, પારદર્શક અને નકલમુક્ત બનાવવા માટે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી. નડ્ડાએ પરીક્ષાની...
Rupin Bakraniya

AI Generated Images

કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી. નડ્ડાએ પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરીને અધિકારીઓને ગેરરીતિમુક્ત અને સુવ્યવસ્થિત પરીક્ષા યોજવા સૂચના આપી છે.
આ છે NEET PG 2026ના 5 મોટા ફેરફાર
- એક જ શિફ્ટમાં પરીક્ષા
આ વર્ષે પરીક્ષા માત્ર એક જ શિફ્ટમાં લેવામાં આવશે. પરીક્ષાનો સમય અગાઉની જેમ 3 કલાક 30 મિનિટ (210 મિનિટ) રહેશે.
- પ્રશ્નોની સંખ્યા ઘટાડાઈ
અગાઉ 200 પ્રશ્નો પૂછાતા હતા, જ્યારે હવે 180 પ્રશ્નો રહેશે. સમય સમાન હોવાથી ઉમેદવારોને જવાબ આપવા વધુ અનુકૂળતા મળશે.
- પરીક્ષા કેન્દ્ર ફાળવવાની નવી પદ્ધતિ
હવે 'First Come, First Serve' પદ્ધતિ નહીં રહે. ઉમેદવારોને ત્રણ રાજ્ય પસંદ કરવાની તક આપવામાં આવશે, જેથી ઘર નજીકનું પરીક્ષા કેન્દ્ર મળવાની શક્યતા વધશે.
- આધાર અને બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત
પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ માટે આધાર આધારિત બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવશે. જો ફિંગરપ્રિન્ટ મેચ નહીં થાય તો આઇરિસ સ્કેન દ્વારા ઓળખ ચકાસવામાં આવશે.
- કડક સુરક્ષા વ્યવસ્થા
દેશના 340 શહેરોમાં 1300થી વધુ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. CCTV સર્વેલન્સ, લાઇવ મોનિટરિંગ, જામર, ઉમેદવારોની ચેકિંગ અને 60 હજારથી વધુ સ્ટાફની તૈનાતી કરવામાં આવશે.
- ત્રણ અઠવાડિયા પહેલા મળશે એડમિટ કાર્ડ
NBEMS મુજબ ઉમેદવારોને પરીક્ષાથી આશરે ત્રણ અઠવાડિયા અગાઉ એડમિટ કાર્ડ આપવામાં આવશે, જેથી તેઓ મુસાફરી અને રહેવાની વ્યવસ્થા સમયસર કરી શકે. આ વર્ષે 2.73 લાખથી વધુ ઉમેદવારોએ NEET PG 2026 માટે નોંધણી કરાવી છે, જે ગયા વર્ષની સરખામણીએ આશરે 12.5 ટકા વધુ છે.