પીએમ મોદીનો વીડિયો હટાવવાના મામલે મેટાને ચેતવણી, માર્ક ઝુકરબર્ગને 3 દિવસમાં માફી માંગવાનો અલ્ટીમેટમ

Meta PM Modi Video Controversy: પીએમ નરેન્દ્ર મોદીનો વીડિયો ફેસબુક પરથી હટાવવાના મુદ્દે મેટા (Meta) સામે કેન્દ્ર સરકારનું વલણ વધુ કડક બનતું જોવા મળી રહ્યું છે. સંસદની ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી સંબંધિત સ્થાયી સમિતિએ મેટાના CEO માર્ક ઝુકરબર્ગને ત્રણ દિવસની અંદર જાહેર માફી માંગવા માટે ચેતવણી આપી છે. સમિતિએ જણાવ્યું છે કે જો નિર્ધારિત સમયમર્યાદામાં માફી નહીં માંગવામાં આવે તો...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

Meta PM Modi Video Controversy: પીએમ નરેન્દ્ર મોદીનો વીડિયો ફેસબુક પરથી હટાવવાના મુદ્દે મેટા (Meta) સામે કેન્દ્ર સરકારનું વલણ વધુ કડક બનતું જોવા મળી રહ્યું છે. સંસદની ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી સંબંધિત સ્થાયી સમિતિએ મેટાના CEO માર્ક ઝુકરબર્ગને ત્રણ દિવસની અંદર જાહેર માફી માંગવા માટે ચેતવણી આપી છે.

સમિતિએ જણાવ્યું છે કે જો નિર્ધારિત સમયમર્યાદામાં માફી નહીં માંગવામાં આવે તો મેટા સામે આઈટી અધિનિયમની કલમ 79(3) હેઠળ મળતી Safe Harbour સુરક્ષા પાછી ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. સાથે જ કંપનીને માત્ર ઇન્ટરમિડિયરી નહીં પરંતુ Publisher તરીકે ગણાવી કાનૂની કાર્યવાહી કરવાની પણ ચર્ચા છે.

 

નિશિકાંત દુબેએ શું કહ્યું?
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ જણાવ્યું કે પીએમ મોદીનો વીડિયો હટાવવો કોઈ ઇન્ટરમિડિયરીનું કામ નથી પરંતુ પ્રકાશકની જવાબદારી છે. તેમણે કહ્યું કે માર્ક ઝુકરબર્ગે ત્રણ દિવસમાં માફી માંગવી જોઈએ, નહીં તો મેટાને મળતી કાનૂની સુરક્ષા પાછી ખેંચવાની ભલામણ કરવામાં આવશે.

વીડિયો કેમ હટાવવામાં આવ્યો?
પીએમ મોદીએ NEET પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓને સંબોધતો પોતાનો પ્રથમ સેલ્ફી વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયો થોડા સમય માટે ફેસબુક પરથી દૂર થઈ ગયો હતો. બાદમાં મેટાએ સ્પષ્ટતા કરી હતી કે AI આધારિત ઓટોમેટેડ કન્ટેન્ટ મોડરેશન સિસ્ટમમાં થયેલી ટેક્નિકલ ભૂલને કારણે વીડિયો ભૂલથી હટાવવામાં આવ્યો હતો અને કંપનીએ આ માટે ખેદ પણ વ્યક્ત કર્યો હતો.

સરકારનું કડક વલણ
તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની જવાબદારી, કન્ટેન્ટ મોડરેશન અને ઓનલાઈન સુરક્ષાને લઈને સરકાર વધુ સક્રિય બની છે. આ સમગ્ર મામલો હવે મેટા અને ભારત સરકાર વચ્ચેના મહત્વપૂર્ણ વિવાદ તરીકે જોવામાં આવી રહ્યો છે.