PM મોદીનો વીડિયો હટાવવાના મામલે માર્ક ઝુકરબર્ગે માંગી માફી, સરકારે Metaને આપી કડક ચેતવણી


AI Generated Images
PM મોદીનો વીડિયો હટાવવાના મામલે માર્ક ઝુકરબર્ગે માંગી માફી, સરકારે Metaને આપી કડક ચેતવણી


AI Generated Images
Mark Zuckerberg Apology: PM નરેન્દ્ર મોદી સાથે જોડાયેલો વીડિયો ફેસબુક પરથી હટાવવાના વિવાદ બાદ Metaના CEO માર્ક ઝુકરબર્ગે ખેદ વ્યક્ત કરીને માફી માંગી હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું છે. બુધવારે Metaના ચીફ ગ્લોબલ અફેર્સ ઓફિસર જોએલ કેપલન સહિત કંપનીના વરિષ્ઠ અધિકારીઓએ કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે બેઠક કરી હતી.
સરકારે બેઠક દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારતમાં કરોડો યુઝર્સ ધરાવતા ડિજિટલ પ્લેટફોર્મ પોતાની જવાબદારીથી બચી શકશે નહીં અને કન્ટેન્ટ મોડરેશનમાં મનમાની સ્વીકારવામાં આવશે નહીં.
સરકારે Metaને આપ્યો કડક સંદેશ
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ સરકારે Metaને જણાવ્યું કે કંપની માત્ર 'ઇન્ટરમિડિયરી' તરીકે કાર્ય કરતી નથી, કારણ કે તેનું એલ્ગોરિધમ નક્કી કરે છે કે કયા યુઝરને કયો કન્ટેન્ટ બતાવવો. તેથી IT એક્ટ હેઠળ મળતી 'સેફ હાર્બર' જેવી કાનૂની સુરક્ષા અંગે પણ ગંભીર પ્રશ્નો ઊભા થાય છે.
Metaએ સ્વીકારી ભૂલો
બેઠક દરમિયાન Metaએ કથિત રીતે સ્વીકાર્યું કે પ્લેટફોર્મ પર કેટલાક પ્રકારના કન્ટેન્ટને વધુ પ્રાથમિકતા આપવા માટે ખર્ચ કરવામાં આવ્યો હતો. ઉપરાંત બાળ યૌન શોષણ સામગ્રી (CSAM), ડીપફેક કન્ટેન્ટ અને PM મોદીનો વીડિયો હટાવવાની ઘટના જેવી ગંભીર બાબતો અંગે પણ કંપનીએ ખેદ વ્યક્ત કર્યો હોવાનું સૂત્રોનું કહેવું છે.
'સેફ હાર્બર' શું છે?
'સેફ હાર્બર' IT એક્ટ હેઠળ મળતી એવી કાનૂની સુરક્ષા છે, જેના કારણે Facebook, Instagram, YouTube અથવા X જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સ દ્વારા પોસ્ટ કરાયેલા કન્ટેન્ટ માટે કંપનીને સીધી જવાબદાર ઠેરવવામાં આવતી નથી. પરંતુ જો કોઈ પ્લેટફોર્મ કન્ટેન્ટની પસંદગી, પ્રમોશન, મોડરેશન અથવા તેની પહોંચ નક્કી કરવામાં સક્રિય ભૂમિકા ભજવે, તો સરકાર તેના સામે કાર્યવાહી કરી શકે છે અને સેફ હાર્બરની સુરક્ષા પણ પાછી ખેંચી શકે છે.
ભારતમાં નિયમોનું પાલન ફરજિયાત
સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતના કાયદાથી ઉપર કોઈ ડિજિટલ પ્લેટફોર્મ નથી. જો કોઈ કંપની નિયમોનું ઉલ્લંઘન કરશે અથવા કન્ટેન્ટ મોડરેશનમાં મનમાની કરશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.




