Jammu-Kashmir Cloudburst: પૂંછમાં અચાનક પૂર અને ભૂસ્ખલનમાં 10 લોકોના મોત, કિશ્તવાડમાં વાદળ ફાટવાથી ભારે તબાહી


AI Generated Images
Jammu-Kashmir Cloudburst: પૂંછમાં અચાનક પૂર અને ભૂસ્ખલનમાં 10 લોકોના મોત, કિશ્તવાડમાં વાદળ ફાટવાથી ભારે તબાહી


AI Generated Images
Jammu-Kashmir Cloudburst: શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં સતત વરસી રહેલા ભારે વરસાદે અનેક વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે. પૂંછ જિલ્લામાં ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલનની ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો હજુ પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, સૌથી વધુ અસર સુરનકોટ તહસીલમાં જોવા મળી છે. ભારે વરસાદને કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે અને લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે.
મકાન ધરાશાયી થતાં મોત, અનેક લોકો લાપતા
નૂનાબંડી ગામમાં મકાન તૂટી પડતાં 28 વર્ષીય નાઝિયા કૌસરનું મોત થયું હતું, જ્યારે તેમના પતિ અને ત્રણ બાળકોને ઈજાગ્રસ્ત હાલતમાં બચાવી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લોવર મુર્રા વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે એક મકાન કાટમાળ નીચે દટાઈ ગયું છે. મકાનમાલિક સહિત પરિવારના 6 સભ્યો હજુ પણ લાપતા છે અને તેમની શોધખોળ ચાલુ છે.
કિશ્તવાડમાં વાદળ ફાટતાં ભારે નુકસાન
બીજી તરફ કિશ્તવાડ જિલ્લાના દચ્છન વિસ્તારના સુરનૂ (કિયાર)માં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી ખેતીને ભારે નુકસાન થયું છે. સતત વરસાદ અને સલાલ તથા બગલીહાર ડેમમાંથી પાણી છોડાતા ચિનાબ નદીનું જળસ્તર એલર્ટ લેવલની નજીક પહોંચી ગયું છે.
રાજૌરીમાં પૂર જેવી સ્થિતિ
રાજૌરી જિલ્લામાં ભારે વરસાદ બાદ અનેક નદી-નાળાઓ છલકાઈ ગયા છે. પાણીના જોરદાર પ્રવાહમાં અનેક વાહનો તણાઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયું છે. સમગ્ર જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાતા વહીવટી તંત્ર એલર્ટ પર છે.
SDRF દ્વારા બચાવ કામગીરી
જમ્મુના પીર ખો વિસ્તાર પાસે તવી નદીમાં ફસાયેલા ત્રણ લોકોને બચાવવા માટે SDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વહીવટી તંત્રએ લોકોને નદી-નાળાઓથી દૂર રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે. પ્રશાસને ચેતવણી આપી છે કે જો વરસાદ યથાવત રહેશે તો આગામી કલાકોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.




