જહાજમાં ભારતીયના મૃત્યુને કારણે સરકાર એક્શનમાં, યુક્રેનિયન રાજદૂતને સમન મોકલ્યું

India summons Ukraine ambassador: બ્લેક સીમાં કોમર્શિયલ જહાજ MV OMORFI પર થયેલા હુમલામાં એક ભારતીય નાગરિકના મોત બાદ ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયે ભારતમાં યુક્રેનના રાજદૂત ડૉ. ઓલેકસાંદ્ર પોલિશચુકને તલબ કરીને ભારતની ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 18 જુલાઈએ બ્લેક સીમાં પસાર થઈ રહેલા કોમર્શિયલ જહાજ MV OMORFI પર હુમલો થયો હતો. આ...
Rupin Bakraniya
Rupin Bakraniya
જહાજમાં ભારતીયના મૃત્યુને કારણે સરકાર એક્શનમાં, યુક્રેનિયન રાજદૂતને સમન મોકલ્યુંજહાજમાં ભારતીયના મૃત્યુને કારણે સરકાર એક્શનમાં, યુક્રેનિયન રાજદૂતને સમન મોકલ્યું

India summons Ukraine ambassador: બ્લેક સીમાં કોમર્શિયલ જહાજ MV OMORFI પર થયેલા હુમલામાં એક ભારતીય નાગરિકના મોત બાદ ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયે ભારતમાં યુક્રેનના રાજદૂત ડૉ. ઓલેકસાંદ્ર પોલિશચુકને તલબ કરીને ભારતની ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 18 જુલાઈએ બ્લેક સીમાં પસાર થઈ રહેલા કોમર્શિયલ જહાજ MV OMORFI પર હુમલો થયો હતો. આ હુમલામાં એક ભારતીય ક્રૂ સભ્યનું મોત થયું હતું, જ્યારે અન્ય ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાનું જણાવાયું છે. ભારતે મૃતકના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.

કોમર્શિયલ જહાજો પરના હુમલાની ભારતે કરી નિંદા
ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ જણાવ્યું કે, કોમર્શિયલ જહાજો પર થતા હુમલાઓની કડક શબ્દોમાં નિંદા કરવામાં આવે છે. આવા હુમલાઓ સમુદ્રી માર્ગોની સુરક્ષા, આંતરરાષ્ટ્રીય વેપાર અને જહાજોની અવરજવર માટે ગંભીર ખતરો ઉભો કરે છે. ભારતે યુક્રેનના રાજદૂતને પોતાની સરકાર સુધી આ ચિંતા પહોંચાડવા જણાવ્યું છે અને ભારપૂર્વક કહ્યું છે કે નિર્દોષ નાગરિક નાવિકોના જીવને જોખમમાં મૂકતા આવા હુમલાઓ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.

જહાજમાં 10 ક્રૂ સભ્યો હતા, જેમાં ત્રણ ભારતીય
વિદેશ મંત્રાલય મુજબ, હુમલા સમયે જહાજમાં કુલ 10 ક્રૂ સભ્યો હતા, જેમાં ત્રણ ભારતીય નાગરિકો પણ સામેલ હતા. હુમલા બાદ રશિયામાં આવેલ ભારતીય દૂતાવાસ સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે અને મૃતકના પરિવારને તમામ જરૂરી મદદ પૂરી પાડી રહ્યું છે. ભારતે તમામ સંબંધિત પક્ષોને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવા તેમજ સમુદ્રી માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અપીલ પણ કરી છે.

ઈરાને પણ યુક્રેન સામે વ્યક્ત કર્યો વિરોધ
આ દરમિયાન કાસ્પિયન સમુદ્રમાં ઈરાનના કોમર્શિયલ જહાજ પર થયેલા હુમલાને લઈને પણ તણાવ વધ્યો છે. ઈરાનના વિદેશ મંત્રાલયે આ હુમલાને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવીને યુક્રેનને પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘેઈએ જણાવ્યું કે, દેશ પોતાના રાષ્ટ્રીય હિતો અને સુરક્ષાની રક્ષા કરવા માટે જરૂરી તમામ પગલાં ભરવામાં સંકોચ નહીં કરે.