Get News Alerts

Never miss breaking news updates.

નિર્ભયા કાંડનું પુનરાવર્તન: દિલ્હીમાં ફરી ચાલુ બસમાં મહિલા પર થયો ગેંગરેપ

દિલ્હી ફરી શર્મસાર: નાંગલોઈમાં ચાલુ ખાનગી બસમાં મહિલા પર ગેંગરેપ, પોલીસે બંને નરાધમોની કરી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ બનાવ બન્યો ત્યારે જે બસમાં ઘટના બની હતી. તે પોલીસ દ્વારા જપ્ત કરી દેવામાં આવી છે. અને લોકો આ ઘટના સામે આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો કહેવુ છે કે આ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠી રહી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 14 May 2026 11:53 AM IST
નિર્ભયા કાંડનું પુનરાવર્તન: દિલ્હીમાં ફરી ચાલુ બસમાં મહિલા પર થયો ગેંગરેપનિર્ભયા કાંડનું પુનરાવર્તન: દિલ્હીમાં ફરી ચાલુ બસમાં મહિલા પર થયો ગેંગરેપ

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં મહિલાઓની સુરક્ષાના દાવાઓ વચ્ચે ફરી એકવાર કાળી ટીલી સમાન ઘટના સામે આવી છે. દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં એક ચાલુ ખાનગી બસમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ  આચરવામાં આવ્યું હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં રોષ અને ચકચાર જગાવી છે.

ચાલુ બસમાં આચર્યું પાશવી કૃત્ય
મળતી માહિતી મુજબ, પીડિતા એક ખાનગી બસમાં મુસાફરી કરી રહી હતી ત્યારે આ ભયાનક ઘટના બની હતી. નિર્જન રસ્તાનો લાભ ઉઠાવી આરોપીઓએ બસની અંદર જ મહિલા પર દુષ્કર્મ કર્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પોલીસની ત્વરિત કાર્યવાહી: આરોપીઓ જેલના સળિયા પાછળ
દિલ્હી પોલીસે આ મામલાની ગંભીરતાને સમજીને તાત્કાલિક એક્શન લીધા હતા. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત, જે બસમાં આ ગુનો આચરવામાં આવ્યો હતો તે પ્રાઈવેટ બસને પણ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેના કારણે આસપાસના વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અને આરોપીઓ સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠી રહી છે. 

સુરક્ષા પર ઉઠ્યા મોટા સવાલો
નાંગલોઈની આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે રાજધાનીમાં મહિલાઓ માટે જાહેર પરિવહન કે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી હજુ પણ જોખમી છે.

પોલીસ તપાસ: હાલમાં પોલીસ બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને આ ઘટના પાછળ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. પીડિતાને તબીબી સારવાર અને પરીક્ષણ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.