Get News Alerts

Never miss breaking news updates.

જગ લાડકી ટેન્કર સુરક્ષિત મુન્દ્રા પહોંચ્યો, 80,886 ટન ક્રૂડ આયાત

જગ લાડકી ટેન્કર 80,886 મેટ્રિક ટન ક્રૂડ તેલ પહોંચાડનાર વિશાળ ટેન્કર છે. તે જહાજમાં દરેક ભારતીય નાગરિકો સુરક્ષિત છે. અને આ યુદ્ધ દરમિયાન ભારતના 4 જહાજ સુરક્ષિત રીતે મુદ્રા પોર્ટ પર પહોંચ્યુ છે. અડાણી પોર્ટ્સ, મુન્દ્રા – દેશના ઊર્જા લાઇનફાઇટ્સ માટે મજબૂત આધાર સાબિત થયુ છે. તેના કારણે ભારતીય ઉદ્યોગોને મોટી રાહતના સમાચાર છે.
Admin
AdminUpdated on: 18 Mar 2026 04:13 PM IST
જગ લાડકી ટેન્કર સુરક્ષિત મુન્દ્રા પહોંચ્યો, 80,886 ટન ક્રૂડ આયાતજગ લાડકી ટેન્કર સુરક્ષિત મુન્દ્રા પહોંચ્યો, 80,886 ટન ક્રૂડ આયાત

 

પશ્ચિમ એશિયામાં વધતા યુદ્ધ તણાવ વચ્ચે ભારત માટે રાહતભરી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી છે. સંયુક્ત આરબ અમીરાતમાંથી ભારતીય ધ્વજ ધરાવતું એક મોટું જગ લાટકી  ટૅન્કર સુરક્ષિત રીતે ગુજરાતના અડાણી પોટર્સ પર સુરક્ષિત રીતે આવી પહોચ્યુ છે. આ ઘટના ત્યારે બની જ્યારે સમગ્ર વિસ્તારમાં યુદ્ધનો માહોલ છે. તેવામાં જગ લાડકી ટેન્કર સુરક્ષિત રીતે ગુજરાતના પોર્ટ પર પહોંચી ગઈ છે.  મહત્ત્વની વાતએ છે કે આ જહાજમાં દરેક ભારતીયો સુરક્ષિત છે. આ યુદ્ધના વચ્ચે ભારતીય 4 જહાજ જે સુરક્ષિત રીતે મુદ્રા પોર્ટ પર પહોંચ્યુ છે.


યુએઈથી આયાત કરવામાં આવેલ આ જહાજે લગભગ 80,886 મેટ્રિક ટન  ક્રૂડ તેલ લોડ કરી પોર્ટ પર પહોંચાડ્યું છે. આ ડિલિવરીથી ભારતીય રિફાઇનરીઓને  અને દેશની ઊર્જા સુરક્ષા મજબૂત થવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સમજાય છે.

મુંબઈ, હૈદરાબાદ અને દોહાની રિફાઇનરીઓ દેશના પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગની મુખ્ય પાયાનું કામ કરે છે. આવી ક્રૂડ આયાત તેમના ઓપરેશનને સતત જાળવવા માટે જરૂરી છે. જો જહાજ વિદેશી સપ્લાય ડિસ્ટર્બન્સ સમયે સમયસર ન પહોંચતું, તો ઉદ્યોગો પર અસર પડી શકે હતી. અને કેટલાક ઉદ્યોગો બંધ કરવાનો કરવાનો વારો આવે તેવી નોબત હતી. પરતુ જગ લાડકી ટેન્કર ભારતમાં આવી જતા ઉદ્યોગોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અડાણી પોર્ટ્સ, મુન્દ્રા, છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના મોટા પાયે ક્રૂડ આયાત અને ઉત્પન્ન ઉત્પાદનો માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયો છે. પોર્ટની સુવિધાઓ, ટેકનોલોજી અને મેરિટાઈમ વ્યવસ્થા ભારતના ઊર્જા વિતરણ ચેન માટે મજબૂત આધાર પૂરું પાડે છે. ખાસ કરીને યુએઈ જેવા વિશ્વસનીય સપ્લાયરથી આયાત થતી શિપમેન્ટ્સ દેશમાં ઊર્જા સલામતીમાં મહત્વ ધરાવે છે.

આ જહાજની સફળ પહોંચ રાજ્ય અને દેશના ઉદ્યોગસાહસિક પરિસ્થિતિને મજબૂત બનાવે છે. ક્રૂડ આયાત અને પોર્ટ ઓપરેશન્સના દરેક તબક્કામાં સુરક્ષા અને કાર્યક્ષમતા માટે અડાણી પોર્ટ્સે વિશેષ પ્રોટોકોલ અપનાવ્યો છે. લોડિંગ અને અનલોડિંગ પ્રક્રિયા પણ સુનિશ્ચિત છે, જેથી કોઈ વિક્ષેપ ન થાય.

ઉદ્યોગ વિશ્લેષકો જણાવે છે કે આવી શિપમેન્ટ્સ દેશના ઊર્જા બજારમાં સ્થિરતા લાવવા મદદરૂપ છે. વિદેશી બજારમાંથી ઊર્જા આયાત પરની નિર્ભરતા ઘટાડવી અને સપ્લાય ચેઇનમાં સ્થિરતા લાવવી, દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે.

જગ લાડકીના મુન્દ્રા પોર્ટ પર આગમનથી દેશની ઊર્જા સુરક્ષા મજબૂત થવાની દૃષ્ટિમાં મહત્વપૂર્ણ સિદ્ધિ મળી છે. આવનારા સમયમાં આવી આયાત સતત ચાલતી રહે, તેમ પોર્ટની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની રહેશે

AUTHOR
Admin

Admin

Author details are not available.