ગુજરાતમાં 18 માર્ચથી હળવો થી મધ્યમ વરસાદની આગાહી



ગુજરાતમાં 18 માર્ચથી હળવો થી મધ્યમ વરસાદની આગાહી



ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહી છે. 18 માર્ચ પછી વરસદા પડવાની હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યયતા રહેલી છે.
હવામાન વિભાગની તાજેતરની માહિતી અનુસાર, ઉત્તર ભારતમાં હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસરકારક છે, જેના કારણે ઉત્તર ભારતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવે બીજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને ગુજરાત તરફ આગળ વધતા રાજ્યમાં પણ તેની અસર જોવા મળશે. આ ડિસ્ટર્બન્સ ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ લાવશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આ ડિસ્ટર્બન્સ 21 માર્ચ સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન અનેક વિસ્તારોમાં હળવો કે મધ્યમ વરસાદ રહેશે. સરકારી હવામાન વિભાગે ખેડૂતો અને સામાન્ય જનતા બંનેને સૂચના આપી છે
18 માર્ચના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લાઓમાં હળવો કે મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં પણ હળવો કે મધ્યમ વરસાદ જોવા મળશે. આ વરસાદથી ગતિશીલ પવન સાથે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે.
19 માર્ચના રોજ વરસાદી પ્રવાહ વધુ વિસ્તૃત થશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા ઉપરાંત દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં પણ હળવો કે મધ્યમ વરસાદ પડી શકે છે.




