Get News Alerts

Never miss breaking news updates.

નરોડા રોડ પર PCBની મોટી સફળતા મળી : કરોડોના દારૂ સાથે ડ્રાઇવર ઝડપાયો

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર દારૂના પરિવહન સામે PCB દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના ચીલોડા પાસેથી આગળ સુતરના કારખાના પાસેના બ્રિજ આગળ રોડ પર શંકાસ્પદ કન્ટેનરને રોકી તેની તપાસ કરતા અંદર કરોડોનો વિદેશી દારુનો જથ્થો ઝડપાયો હતો.
Admin
AdminUpdated on: 17 Mar 2026 08:16 AM IST
નરોડા રોડ પર PCBની મોટી સફળતા મળી : કરોડોના દારૂ સાથે ડ્રાઇવર ઝડપાયોનરોડા રોડ પર PCBની મોટી સફળતા મળી : કરોડોના દારૂ સાથે ડ્રાઇવર ઝડપાયો

ગુજરાતમાં દારુબંધી હોવાથી લોકો ગેરકાયદેસર દારુ ગુજરાતમાં પ્રવેશ કરવાતા હોય છે. તેને લઈને ગુજરાતમાં દર મહિને કરોડોનો દારુનો જથ્થો ઝડપાતો હોય છે. તેવામાં નરોડા રોડ ઉપર પીસીબી દ્વારા એક મોટી સફળતા હાથ લાગી છે. અશોક લેલનું કંપનીનું કન્ટેનરમાંથી કરોડોની વિદેશી દારૂ પકડી પાડવામાં આવી છે. 
તપાસ દરમિયાન રાજસ્થાન પાસિંગના અશોક લેલન કંપનીના કન્ટેનરમાં ખોટી બીલ્ટી બનાવી સાયકલના માલ તરીકે દર્શાવી હકીકતમાં હરિયાણા રાજ્યના હિસ્સારથી લાવવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ અમદાવાદના અસલાલી તરફ લઈ જવાતો હોવાની માહિતી સામે આવી હતી.

PCB દ્વારા કન્ટેનરની ચકાસણી કરતા અંદરથી કુલ 23,232 બોટલ (892 પેટી) દારૂ મળી આવ્યો હતો, અંદાજિત કિંમત રૂપિયા 1,08,11,184 ગણવામાં આવી છે. ઉપરાંત એક મોબાઇલ ફોન (કિંમત રૂ. 10,000), રોકડ રૂપિયા 1,450 અને રાજસ્થાન પાસિંગનું અશોક લેલન કન્ટેનર (કિંમત રૂ. 20,00,000) મળી કુલ રૂપિયા 1,28,22,634નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ મામલે PCBએ કન્ટેનર ડ્રાઇવરને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં દારૂના ગેરકાયદેસર વેપારના મોટા રેકેટ સાથે જોડાણ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.