Get News Alerts

Never miss breaking news updates.

ગુલાબની પાંદડીઓથી બનાવો લિપ બામ, હોઠ બનશે ગુલાબી અને સોફ્ટ; જાણી લો રીત

Homemade Rose Lip Balm: દરેકને નરમ, ગુલાબી હોઠ ગમે છે, પરંતુ યોગ્ય કાળજીના અભાવે હોઠ કાળા અને શુષ્ક બની જતા હોય છે. રાસાયણિક ઉત્પાદનો અને બિનઆરોગ્યપ્રદ ટેવો પણ હોઠને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે કુદરતી રીતે તમારા હોઠને સુંદર બનાવવા માંગતા હોય તો ઘરે બનાવેલો લિપ બામ એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. આજે અમે તમને ગુલાબની પાંખડીઓનો ઉપયોગ કરીને ઘરે કુદરતી લિપ બામ બનાવવાની એક સરળ રીત જણાવીશું, જે તમારા હોઠને નરમ, ભેજયુક્ત અને કુદરતી રીતે ગુલાબી રાખવામાં મદદ કરશે.
Admin
AdminUpdated on: 31 Mar 2026 02:18 PM IST
ગુલાબની પાંદડીઓથી બનાવો લિપ બામ, હોઠ બનશે ગુલાબી અને સોફ્ટ; જાણી લો રીતગુલાબની પાંદડીઓથી બનાવો લિપ બામ, હોઠ બનશે ગુલાબી અને સોફ્ટ; જાણી લો રીત

Homemade Rose Lip Balm: દરેકને નરમ, ગુલાબી હોઠ ગમે છે, પરંતુ યોગ્ય કાળજીના અભાવે હોઠ કાળા અને શુષ્ક બની જતા હોય છે. રાસાયણિક ઉત્પાદનો અને બિનઆરોગ્યપ્રદ ટેવો પણ હોઠને નુકસાન પહોંચાડી શકે છે. જો તમે કુદરતી રીતે તમારા હોઠને સુંદર બનાવવા માંગતા હોય તો ઘરે બનાવેલો લિપ બામ એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. આજે અમે તમને ગુલાબની પાંખડીઓનો ઉપયોગ કરીને ઘરે કુદરતી લિપ બામ બનાવવાની એક સરળ રીત જણાવીશું, જે તમારા હોઠને નરમ, ભેજયુક્ત અને કુદરતી રીતે ગુલાબી રાખવામાં મદદ કરશે.

સામગ્રીઃ

  1. લાલ ગુલાબની પાંખડીઓ
  2. ૧ ચમચી નારિયેળનું તેલ
  3. ૧/૨ ચમચી ગ્લિસરીન
  4. ૧/૨ ચમચી વિટામિન ઇનું તેલ અથવા (2 કેપ્સ્યુલ)

ગુલાબની પાંખડીઓમાંથી લિપ બામ કેવી રીતે બનાવવો?
1. ગુલાબમાંથી કુદરતી લિપ બામ બનાવવા માટે પહેલાં પાંખડીઓને સારી રીતે ધોઈ લો, તેને મિક્સરમાં પીસી લો અને તેને વાસણમાં કાઢી લો.
2. હવે બીજા કન્ટેનરમાં વર્જિન નારિયેળ તેલ અને પીસેલી ગુલાબની પાંખડીઓ, ગ્લિસરીન અને વિટામિન E તેલ ઉમેરો. આ બધી સામગ્રીને સારી રીતે મિકસ કરો જ્યાં સુધી પેસ્ટ ન બની જાય.
3. હવે આ તૈયાર મિશ્રણને સ્વચ્છ કાચના કન્ટેનર અથવા જૂના લિપ બામ કન્ટેનરમાં ભરો.
4. તેને 2-3 કલાક માટે ફ્રિજમાં રાખો જેથી તે સારી રીતે સેટ થઈ જાય.
5. સારી રીતે સેટ થયા પછી ગુલાબમાંથી બનેલો કુદરતી લિપ બામ તૈયાર છે.
6. તમે તેને દિવસમાં 2-3 વખત અથવા રાત્રે સૂતા પહેલાં લગાવી શકો છો.

આ બાબતોનું ધ્યાન રાખો
પહેલીવાર ઉપયોગ કરતા પહેલાં પેચ ટેસ્ટ કરો. આ કુદરતી લિપ બામ લાંબા સમય સુધી ટકી શકતો નથી, તેથી તેને દિવસભર ફરીથી લગાવવાનું ભૂલશો નહીં. આ ઘરે બનાવેલ લિપ બામ તમારા હોઠને નરમ, ભેજયુક્ત અને કુદરતી રીતે ગુલાબી રાખવામાં મદદ કરશે.

AUTHOR
Admin

Admin

Author details are not available.