Get News Alerts

Never miss breaking news updates.

ગાંધીનગર સિવિલમાં પ્રથમ અંગદાનનો ઐતિહાસિક પ્રસંગ: 25 વર્ષીય બ્રેઈનડેડ મહિલાના મહાદાનથી 8 લોકોને મળશે નવજીવન

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પ્રથમવાર અંગદાનની ઐતિહાસિક અને પ્રેરણાદાયી ઘટના બની છે. 25 વર્ષીય બ્રેઈનડેડ મહિલાના પરિવારે માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતાં તેમના અંગોનું દાન કરવાની સંમતિ આપી હતી, જેના પરિણામે 8 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળવાનો માર્ગ મોકળો બન્યો છે.
Admin
AdminUpdated on: 19 Jun 2026 12:21 PM IST
ગાંધીનગર સિવિલમાં પ્રથમ અંગદાનનો ઐતિહાસિક પ્રસંગ: 25 વર્ષીય બ્રેઈનડેડ મહિલાના મહાદાનથી 8 લોકોને મળશે નવજીવનગાંધીનગર સિવિલમાં પ્રથમ અંગદાનનો ઐતિહાસિક પ્રસંગ: 25 વર્ષીય બ્રેઈનડેડ મહિલાના મહાદાનથી 8 લોકોને મળશે નવજીવન

ગાંધીનગર: ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમવાર અંગદાનની પ્રેરણાદાયી ઘટના નોંધાઈ છે. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી 25 વર્ષીય મહિલાને તબીબો દ્વારા બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા બાદ તેમના પરિવારે ભારે દુઃખ વચ્ચે પણ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા અંગદાન માટે સંમતિ આપી હતી. પરિવરના આ સાહસિક નિર્ણયના કારણે હવે 8 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળવાની આશા જાગી છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મીતા પરીખે જણાવ્યું હતું કે, મહિલાની સઘન સારવાર ચાલી રહી હતી, પરંતુ મગજમાં ગંભીર સોજો આવતાં તેઓ કોમામાં સરી પડ્યા હતા. તબીબોની ટીમે તમામ તબીબી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ હોસ્પિટલની ટીમે પરિવારજનોને અંગદાન અંગે કાઉન્સેલિંગ આપ્યું હતું, જેના પરિણામે પરિવારે ઉમદા નિર્ણય લઈ અંગદાન માટે લેખિત મંજૂરી આપી હતી.

આ મહાદાન અંતર્ગત મહિલાના બે કિડની, હૃદય, લિવર અને પેન્ક્રિયાસનું સફળતાપૂર્વક દાન કરવામાં આવ્યું છે. આ અંગોના પ્રત્યારોપણથી 8 જેટલા ગંભીર દર્દીઓને જીવનદાન મળશે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન તબીબો અને પેરામેડિકલ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. હોસ્પિટલ તંત્ર દ્વારા અંગદાતા મહિલાના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી.

ડૉ. મીતા પરીખે પરિવારના આ માનવતાભર્યા નિર્ણયની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, "અંગદાન એ મહાદાન છે. આવી ઘટનાઓ સમાજમાં જાગૃતિ લાવે છે અને ભવિષ્યમાં વધુ લોકો અંગદાન માટે પ્રેરિત થાય તે માટે હોસ્પિટલ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવશે."

AUTHOR
Admin

Admin

Author details are not available.