ફરીવાર થિયેટર્સમાં ચાલશે ‘તારા-સકીના’નો જાદુ, ગદર-3 પર અમિષા પટેલ બોલ્યાં - 500 કરોડ કમાશે



ફરીવાર થિયેટર્સમાં ચાલશે ‘તારા-સકીના’નો જાદુ, ગદર-3 પર અમિષા પટેલ બોલ્યાં - 500 કરોડ કમાશે



Gadar 3 Update: બોલિવૂડની બ્લોકબ્લાસ્ટર ફ્રેન્ચાઇઝી ગદર અંગે મોટી ખુશખબરી સામે આવી છે. ફિલ્મમાં સકીનાનું યાદગાર પાત્ર ભજવનારી અભિનેત્રી અમિષા પટેલે સત્તાવાર પુષ્ટી કરી છે કે, ગદર 3 જરૂર બનશે.
અમિશા પટેલે એક એક્સ પોસ્ટમાં ચોંકાવનારી વાત શેર કરી છે. જેમાં તેમણે ફિલ્મના ભવિષ્ય અને તેનાથી બોક્સ ઓફિસ પર થનારા કલેક્શન અંગે મોટી વાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, છેલ્લા બંને ભાગથી વધારે ભવ્ય અને દમદાર કહાણી હશે. અમિષાના આ એલાનથી સોશિયલ મીડિયામાં હલચલ મચી ગઈ છે.
અમિષા પટેલે શું લખ્યું?
અમિષા પટેલે પોસ્ટમાં લખ્યું કે, ગદર 3 જ્યારે પણ આવશે, સિનેમાઘરોમાં તોફાન લાવશે. તેમણે કહ્યુ કે, દર્શકોનો અનહદ પ્રેમ અને ભગવાનના આશીર્વાદથી ફ્રેન્ચાઇઝી એટલી મોટી થઈ ગઈ છે કે, 500 કરોડ રૂપિયા કમાણી કરવી મોટી વાત નથી, પરંતુ આ એક શરૂઆતનો આંકડો હશે. અભિનેત્રીએ ફેન્સને ભરોસો અપાવ્યો છે કે, આ વખતે ફિલ્મનું લેવલ અને તેની સ્ક્રિપ્ટ પહેલા કરતાં ઘણી વધારે પ્રભાવશાળી છે. જેના માટે દર્શકોએ તૈયાર રહેવું પડશે.
પીઆર ગેમ અંગે આપ્યું રિએક્શન
પોતાની વાત રાખતા અમીષાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા પીઆર સ્ટંટ્સ પર પણ ખૂલીને વાત કરી છે. તેમણે લખ્યું છે કે, તેમના ખાતામાં ‘કહોના પ્યાર હૈ’, ‘ગદર 1’ અને ‘ગદર 2’ જેવી ત્રણ સોલો બ્લોકબ્લાસ્ટર ફિલ્મો છે, જેણે રેકોર્ડબ્રેક કમાણી કરી હતી. અમીષાએ ટીકા કરતા કહ્યું કે, આ ફિલ્મો તેમના કો-સ્ટાર્સના કરિયરની મોટી હિટ્સ ગણવામાં આવે છે. તેમણે એ પણ સ્વીકાર્યું કે, તેમની પીઆર મશીનરી બીજી અભિનેત્રીઓ કરતાં કમજોર છે, પરંતુ તેમની પાસે અસલી હિટ ફિલ્મોનો રેકોર્ડ છે.
થોડા વર્ષો પહેલાં અમિષાએ ‘ગદર 3’ અંગે એક ફેનને સવાલનો જવાબ આપતા એક્સ પર લખ્યું હતું કે, ‘મને સકીના બહુ પસંદ છે, તમારા બધાનો સકીના પ્રત્યેનો પ્રેમ છે, એની હું કદર કરું છું. પરંતુ હા, જો મને ‘ગદર 3’ની ઓફર મળે છે તો મેં હું તો જ કરીશ, જ્યારે હું એની સ્ક્રિપ્ટથી સંપૂર્ણ ખુશ હોઉં, જે રીતે હું ‘ગદર 1’ વખતે ખુશ હતી.’
‘ગદર 2’ વર્ષ 2023માં રિલીઝ થઈ હતી અને તેને બોક્સઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. ‘ગદર 2’ના માઘ્યમથી અમીષાએ કેટલાય વર્ષો બાદ મોટા પડદે વાપસી કરી હતી. પરંતુ દર્શકો પાસેથી એમને જે પ્રેમ અને વખાણ મળ્યા હતા, તેણે તેમની લાંબા સમયની ઉણપ પૂરી કરી દીધી છે. સની દેઓલ સાથે તેમની ઓન-સ્ક્રિન કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવે છે.




