Get News Alerts

Never miss breaking news updates.

પંજાબના ફિરોઝપુરમાં ભયાનક અકસ્માત: ટ્રક અને પિકઅપ વચ્ચે ટક્કર, 7 લોકોના મોત, 10થી વધુ ઘાયલ

ફિરોઝપુર: પંજાબના ફિરોઝપુર જિલ્લામાં શનિવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને પિકઅપ વાહન વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.
Admin
AdminUpdated on: 06 Jun 2026 10:47 AM IST
પંજાબના ફિરોઝપુરમાં ભયાનક અકસ્માત: ટ્રક અને પિકઅપ વચ્ચે ટક્કર, 7 લોકોના મોત, 10થી વધુ ઘાયલપંજાબના ફિરોઝપુરમાં ભયાનક અકસ્માત: ટ્રક અને પિકઅપ વચ્ચે ટક્કર, 7 લોકોના મોત, 10થી વધુ ઘાયલ

ફિરોઝપુર: પંજાબના ફિરોઝપુર જિલ્લામાં શનિવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને પિકઅપ વાહન વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કેટલાક ઘાયલોની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

25 મુસાફરો સાથે બ્યાસ જઈ રહ્યું હતું વાહન

પોલીસના જણાવ્યા અનુસાર પિકઅપ વાહનમાં આશરે 25 લોકો સવાર હતા. તેઓ જલાલાબાદ થી અમૃતસર જિલ્લાના બ્યાસ તરફ જઈ રહ્યા હતા.

આ દરમિયાન ફિરોઝપુર-ફાજિલ્કા રોડ પર આવેલા જંગાવાલા મોડ નજીક પિકઅપ અને ટ્રક વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી.

ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા

અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક ફિરોજપૂર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર ગંભીર રીતે ઘાયલ કેટલાક લોકોને વધુ સારવાર માટે ગુરુ ગોવિંદ સિંઘ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા છે.

અકસ્માતના કારણોની તપાસ શરૂ

પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ ટ્રક અને પિકઅપ વચ્ચે થયેલી જોરદાર ટક્કર બાદ વાહનને ભારે નુકસાન થયું હતું. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.