સુરતમાં ભારે ગરમી વચ્ચે બપોરે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય



ફાઈલ ફોટો
સુરતમાં ભારે ગરમી વચ્ચે બપોરે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય



ફાઈલ ફોટો
સુરત ગુજરાતમાં ગરમીનું તાપમાન વધી રહ્યુ છે. તેને લઈને સુરત પોલીસે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી સુરત શહેરમાં બપોરે 1 થી 4 વાગ્યા સુધીમાં સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લાવાયો છે. તેના કારણે ટુ વ્હીલર અને થ્રી વ્હીલરના વાહન ચાલકોને રાહત મળશે.

પોલીસે આજથી સુરત શહેરના દરેક ચાર રસ્તા ઉપર બપોરે 1 થી 4 વાગ્યા સુધી સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી કરીને લોકોને બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ પર ઉભી રહેવુ નહીં પડે જેથી ટુ વ્હીલરોને અને થ્રી વ્હીલરને ગરમીથી રાહત મળે એટલે આવા પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના અનેક શહેરોમાં ગરમીમા વધારો નોંધાતો જોવા મળી રહ્યો છે. ગરમીનો પારો 40ના ઉપર જઈ રહ્યો છે. તેના કારણે સુરત પોલીસે બપોરે 1 થી 4 સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને સુરત શહેરમાં ચાર રસ્તા ઉપર એક પ્રકારનો સેડ બાધવામાં આવશે. જ્યારે સિગ્નલ બંધ હોય ત્યારે સેડના કારણે લોકોને છાયડો મળે તેના કારણે લોકો ગરમીની થોડીરાહત મળે તે માટે આવા પ્રકારનું કામ કરવામાં આવી રહ્યું છે.
જ્યારે બપોરના સમયે ટ્રાફિસ સિગ્નલ બંધ હોય ત્યારે દરેક ચાર રસ્તા ઉપર પોલીસ જવાનો ગોઠવવામાં આવશે. જેથી કોઈપણ પ્રકારનો ટ્રાફિકના થાય. પોલીસે આવા પ્રકારની તકેદારી સુરતના નાગરિકો માટે લેવામાં આવી છે.




