Get News Alerts

Never miss breaking news updates.

દ્વારકાધીશ જગત મંદિરના દર્શન સમયમાં ફેરફાર, પૂનમે મંગળા આરતી સવારે 5 વાગ્યે યોજાશે

યાત્રાધામ દ્વારકા ખાતે આવેલા દ્વારકાધીશ જગત મંદિરના દર્શન સમયમાં પૂનમ અને અધિક માસને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલે (31 મે, 2026) પૂનમના દિવસે મંગળા આરતી સવારે 5 વાગ્યે યોજાશે અને દર્શનનો સમય પણ સવારે 5 થી 8 વાગ્યા સુધીનો રહેશે. ભક્તોની ભારે ભીડની શક્યતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 30 May 2026 04:14 PM IST
દ્વારકાધીશ જગત મંદિરના દર્શન સમયમાં ફેરફાર, પૂનમે મંગળા આરતી સવારે 5 વાગ્યે યોજાશેદ્વારકાધીશ જગત મંદિરના દર્શન સમયમાં ફેરફાર, પૂનમે મંગળા આરતી સવારે 5 વાગ્યે યોજાશે

ફાઈલ ફોટો

દ્વારકા: પવિત્ર અધિક માસ અને આવતીકાલે પૂનમને ધ્યાનમાં રાખીને યાત્રાધામ દ્વારકાધીશ જગત મંદિરના દર્શન સમયમાં મંદિર પ્રશાસન દ્વારા મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં ભાવિકોની આવકને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે.

મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સામાન્ય દિવસોમાં સવારે 6 વાગ્યે યોજાતી મંગળા આરતી આવતીકાલે (31 મે, 2026) પૂનમના દિવસે સવારે 5 વાગ્યે કરવામાં આવશે.

આ સાથે મંગળા દર્શનનો સમય પણ સવારે 5 વાગ્યાથી 8 વાગ્યા સુધીનો રહેશે. સવારે 8 વાગ્યા બાદ મંદિરનો નિત્યક્રમ રાબેતા મુજબ યથાવત રહેશે.

મંદિર પ્રશાસને તમામ વૈષ્ણવ ભક્તો અને શ્રદ્ધાળુઓને વિનંતી કરી છે કે તેઓ બદલાયેલા સમય મુજબ દર્શન માટે આવે અને સુચારુ વ્યવસ્થામાં સહકાર આપે.

અધિક માસ અને પૂનમના કારણે દ્વારકાધીશ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા અમલમાં મુકાઈ છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.