Get News Alerts

Never miss breaking news updates.

DRDO, Project VEDA : ભારતની સ્પેસ ડિફેન્સ ક્ષમતા બનશે વધુ મજબૂત, 24થી 72 કલાકમાં સેટેલાઇટ લોન્ચ કરવાનો લક્ષ્ય

DRDO, Project VEDA: ભારત સ્પેસ વોરફેર અને સ્પેસ ડિફેન્સ ક્ષેત્રે પોતાની ક્ષમતા વધારવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ દિશામાં DRDOના પ્રોજેક્ટ ‘વેદા’ (VEDA - Vehicle for Defence Application)ને મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે. ઉપલબ્ધ માહિતી અનુસાર, VEDAને ડિફેન્સ સ્પેસ એજન્સી માટે મોબાઇલ ડિફેન્સ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ તરીકે વિકસાવવાની યોજના છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 17 Aug 2026 02:57 PM IST
DRDO, Project VEDA : ભારતની સ્પેસ ડિફેન્સ ક્ષમતા બનશે વધુ મજબૂત, 24થી 72 કલાકમાં સેટેલાઇટ લોન્ચ કરવાનો લક્ષ્યDRDO, Project VEDA : ભારતની સ્પેસ ડિફેન્સ ક્ષમતા બનશે વધુ મજબૂત, 24થી 72 કલાકમાં સેટેલાઇટ લોન્ચ કરવાનો લક્ષ્ય

DRDO, Project VEDA: ભારત સ્પેસ વોરફેર અને સ્પેસ ડિફેન્સ ક્ષેત્રે પોતાની ક્ષમતા વધારવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ દિશામાં DRDOના પ્રોજેક્ટ ‘વેદા’ (VEDA - Vehicle for Defence Application)ને મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે. ઉપલબ્ધ માહિતી અનુસાર, VEDAને ડિફેન્સ સ્પેસ એજન્સી માટે મોબાઇલ ડિફેન્સ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ તરીકે વિકસાવવાની યોજના છે.

VEDA શું છે?

પરંપરાગત રોકેટ લોન્ચ સિસ્ટમથી અલગ VEDAને મોબાઇલ અને કેનિસ્ટર આધારિત સિસ્ટમ તરીકે વિકસાવવાની વાત સામે આવી છે. તેને મોટા Transporter Erector Launcher (TEL) પર તૈનાત કરી શકાય છે. એટલે કે આ સિસ્ટમને એક જ કાયમી લોન્ચ પેડ પર નિર્ભર રહેવાની જરૂર નહીં પડે.

મોબાઇલ સિસ્ટમ હોવાના કારણે જરૂરિયાત પ્રમાણે અલગ-અલગ સ્થળેથી લોન્ચ કરવાની ક્ષમતા વિકસાવવાનો હેતુ છે. આથી સંભવિત દુશ્મન માટે ભારતના લોન્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અગાઉથી નિશાન બનાવવું મુશ્કેલ બની શકે છે.

24થી 72 કલાકમાં લોન્ચ કરવાનો લક્ષ્ય: 

મુખ્ય ખાસિયતો:

મોબાઇલ સેટેલાઇટ લોન્ચ સિસ્ટમ
Transporter Erector Launcher પર તૈનાત કરવાની ક્ષમતા
સોલિડ ફ્યુઅલ રૉકેટ મોટર્સનો ઉપયોગ કરવાની યોજના
સેટેલાઇટ અને લોન્ચ સિસ્ટમને તૈયાર કેનિસ્ટરમાં રાખવાની સંભાવના
જરૂરિયાત ઊભી થાય ત્યારે 24થી 72 કલાકમાં સેટેલાઇટને ઓર્બિટમાં મોકલવાનો લક્ષ્ય
નાના સેટેલાઇટ અને CubeSatના ક્લસ્ટરને લોન્ચ કરવાની ક્ષમતા

યુદ્ધ દરમિયાન સેટેલાઇટની ક્ષમતા ફરી ઉભી કરવામાં મદદ: 

આધુનિક યુદ્ધમાં સેટેલાઇટનો ઉપયોગ કમ્યુનિકેશન, સર્વેલન્સ, ટાર્ગેટ ટ્રેકિંગ અને ઇન્ટેલિજન્સ માટે મહત્વપૂર્ણ છે. જો કોઈ ભારતીય સેટેલાઇટને એન્ટી-સેટેલાઇટ હથિયાર, સાયબર એટેક અથવા અન્ય માધ્યમથી નુકસાન પહોંચે, તો VEDA જેવી ઝડપી લોન્ચ સિસ્ટમ દ્વારા નવા નાના સેટેલાઇટને ઝડપથી ઓર્બિટમાં મોકલવાનો વિકલ્પ મળી શકે છે.

આ પ્રકારની ક્ષમતા ભારતની Command, Control, Communication અને ISR (Intelligence, Surveillance and Reconnaissance) વ્યવસ્થાને યુદ્ધ દરમિયાન જાળવી રાખવામાં મદદરૂપ બની શકે છે.

એક સાથે અનેક નાના સેટેલાઇટ લોન્ચ કરવાની ક્ષમતા: 

VEDAને નાનો સેટેલાઇટ અને CubeSat જેવા નાના સેટેલાઇટના ક્લસ્ટરને એકસાથે ઓર્બિટમાં પહોંચાડવા માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યું હોવાની માહિતી છે.

આ સેટેલાઇટ્સ દ્વારા જમીન પર રહેલા સૈન્ય કમાન્ડરોને રિયલ ટાઈમ અથવા લગભગ રિયલ ટાઈમ સર્વેલન્સ, રડાર ઈમેજિંગ, ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ અને ઈન્ફ્રારેડ તસવીરો તેમજ સિગ્નલ ઈન્ટેલિજન્સ જેવી માહિતી ઉપલબ્ધ કરાવવામાં મદદ મળી શકે છે.

કાઉન્ટર-સ્પેસ ઓપરેશનમાં પણ સંભવિત ઉપયોગ: 

મળતી માહિતી પ્રમાણે VEDAની સંભવિત ભૂમિકાઓમાં કાઉન્ટર-સ્પેસ ઓપરેશનનો પણ સમાવેશ થાય છે. તેમાં દુશ્મનના સેટેલાઇટને નિષ્ક્રિય કરવાની હાર્ડ-કિલ અને સોફ્ટ-કિલ જેવી ક્ષમતાઓની વાત કરવામાં આવી છે.

હાર્ડ-કિલમાં સીધી ટક્કર અથવા ઇન્ટરસેપ્ટર દ્વારા નુકસાન પહોંચાડવાની ક્ષમતા જ્યારે સોફ્ટ-કિલમાં જામિંગ, ઇલેક્ટ્રોનિક એટેક અથવા સેન્સરને અસર કરતી ટેક્નોલોજીનો સમાવેશ થઈ શકે છે.

ચીન અને અમેરિકાની સિસ્ટમ સાથે સરખામણી:

મોબાઇલ અને ઝડપી લોન્ચ ક્ષમતાના સંદર્ભમાં VEDAની સરખામણી ચીનના Kuaizhou કાર્યક્રમ તથા અમેરિકાના ક્વિક-રિએક્શન સ્પેસ લોન્ચ પ્રયાસો સાથે કરવામાં આવી રહી છે.

જો VEDA પોતાની નિર્ધારિત ક્ષમતાઓ હાંસલ કરે છે, તો ઝડપી લોન્ચ, મોબાઇલ તૈનાતી અને યુદ્ધ દરમિયાન સેટેલાઇટ ક્ષમતાને ઝડપથી પુનઃસ્થાપિત કરવાની ભારતની ક્ષમતા મજબૂત બની શકે છે. ખાસ કરીને સ્પેસ ડિફેન્સના વધતા મહત્વ વચ્ચે આ પ્રકારની ક્ષમતા ભારતની વ્યૂહાત્મક તૈયારીઓને નવી દિશા આપી શકે છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.