Get News Alerts

Never miss breaking news updates.

Video: ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ! ભારત અંગે પ્રશ્ન પૂછતા જ પત્રકારને ‘OUT’ કહીને કાઢી મૂકી

Donald Trump: પોતાના વિવાદાસ્પદ નિવેદનો અને વલણને કારણે ચર્ચામાં રહેતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર વર્તનને કારણે ચર્ચામાં છે. ભારતના સાથી હોવાનો દાવો કરનારા ટ્રમ્પે ફરી એકવાર પોતાના દંભનો પર્દાફાશ કર્યો છે. વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક મહિલા પત્રકારે તેમને ભારત વિશે પ્રશ્ન પૂછ્યો અને વચ્ચેથી "OUT" કહીને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું ત્યારે તેઓ અચાનક ગુસ્સે થઈ ગયા હતા.
Admin
AdminUpdated on: 21 Apr 2026 04:15 PM IST
Video: ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ! ભારત અંગે પ્રશ્ન પૂછતા જ પત્રકારને ‘OUT’ કહીને કાઢી મૂકીVideo: ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ! ભારત અંગે પ્રશ્ન પૂછતા જ પત્રકારને ‘OUT’ કહીને કાઢી મૂકી

ફાઇલ તસવીર

Donald Trump: પોતાના વિવાદાસ્પદ નિવેદનો અને વલણને કારણે ચર્ચામાં રહેતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર વર્તનને કારણે ચર્ચામાં છે. ભારતના સાથી હોવાનો દાવો કરનારા ટ્રમ્પે ફરી એકવાર પોતાના દંભનો પર્દાફાશ કર્યો છે. વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક મહિલા પત્રકારે તેમને ભારત વિશે પ્રશ્ન પૂછ્યો અને વચ્ચેથી "OUT" કહીને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું ત્યારે તેઓ અચાનક ગુસ્સે થઈ ગયા હતા.

હકીકતમાં સીબીએસ ન્યૂઝ રિપોર્ટર ઓલિવિયા રિનાલ્ડીએ હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજો પર ઈરાની હુમલા વિશે એક પ્રશ્ન પૂછ્યો હતો. ટ્રમ્પે તેનો પ્રશ્ન પૂરો થાય તે પહેલાં જ તેમને અટકાવ્યા અને બહાર નીકળવાનો રસ્તો બતાવ્યો હતો. જેના કારણે પ્રેસ રૂમમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું. હોર્મુઝમાંથી પસાર થતા બે ભારતીય જહાજો પર ઈરાની ગનબોટ્સ દ્વારા ગોળીબાર કરવાના પ્રશ્નના ટ્રમ્પના જવાબે દુનિયાને ચોંકાવી દીધી છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

2024ના યુએસ ચૂંટણી પ્રચારને કવર કરનારા અને સીબીએસ ઇવનિંગ ન્યૂઝમાં પ્રોડક્શન ટીમનો ભાગ રહેલી ઓલિવિયા રિનાલ્ડીએ પણ ક્લિપ શેર કરી હતી, જેમાં તેમણે સમજાવ્યું હતું કે, તેમણે જહાજો પરના હુમલા વિશે એક પ્રશ્ન પૂછ્યો હતો, પરંતુ જવાબ આપવાને બદલે તેમને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા. આ દરમિયાન ટ્રમ્પે ઈરાન પર કડક વલણ અપનાવતા કહ્યું કે, તેણે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે, જો ઈરાન તેનું પાલન નહીં કરે, તો તેના માળખાને નિશાન બનાવી શકાય છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.